- નાના નાના બાળક શિક્ષક બનતા અનેરો ઉત્સાહ.
- 5 સપ્ટેમ્બર ડોક્ટર રાધાકૃષ્ણ સર્વપલ્લી નો જન્મ દિવસ છે આ દિવસ શિક્ષક દિન તરીકે ભારત દેશ માં ઉજવાય છે.
મળતી વિગતો મુજબ મહીસાગર જીલ્લાના વિરપુરમાં શ્રીવિવેકાનંદ વિદ્યાલય ખાતે 5 સપ્ટેમ્બર શિક્ષક દિન ઉજવામાં આવ્યો. ત્યારે નાના-નાના બાળકો 1 દિવસ માટે શિક્ષક બનતા બાળકોમાં આનંદની લાગણી જોવા મળી હતી. 5 સપ્ટેમ્બર એટલે ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મ દિવસ ડોક્ટર રાધાકૃષ્ણન એક ફિલસુપ વિદ્ધન અને રાજ નેતા હતા. જેમણે 1962 થી 1967 સુધી ભારતના બીજા રાષ્ટ્પતિ તરીકે સેવા આપી હતી. તેમનો જન્મ 5 સપ્ટેમ્બર 1888માં આંધ્રપ્રદેશના એક નાનકડા ગામમાં થયો હતો. ડો. રાધાકૃષ્ણન જન્મદિવસે ભારતભરમાં શિક્ષક દિન તરીકે ઉજવામાં આવે છે. શિક્ષણક્ષેત્રમાં તેમના યોગદાનના સન્માનમાં આ દિવસે દેશભરના વિદ્યાર્થીઓ અને શિક્ષકો ડા.ે રાધાકૃષ્ણન ને શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે અને યુવાનોના જીવનને ઘડવામાં શિક્ષકો દ્વારા ભજવવામાં આવતી મહત્વપૂર્ણ ભૂમિકા આજે ડો. રાધાકૃષ્ણન ભારત ના મહાન ચિંતક રાજ નેતા તરીકે યાદ કરવાંમાં આવે છે