મહોત્સવના તૃતીય દિવસ : ભગવદ્ભક્તિ અને લોકસેવાનો વિરલ સમન્વય એવા પ્રમુખસ્વામી મહારાજના ચરણે અંજલિ અર્પતાં મહાનુભાવો  

પ્રમુખસ્વામી મહારાજ નગર સંધ્યા સભા- ‘પરાભક્તિ દિન’ 

ભગવદ્ભક્તિ અને લોકસેવાનો વિરલ સમન્વય એવા પ્રમુખસ્વામી મહારાજના ચરણે અંજલિ અર્પતાં મહાનુભાવો  

આજે મહોત્સવના તૃતીય દિવસે, પ્રમુખસ્વામી મહારાજ નગરમાં સંધ્યા સભામાં વિશાળ ભક્તમેદનીથી છલકાતા નારાયણ સભાગૃહમાં રાજકીય, સામાજિક અને ઓદ્યોગિક ક્ષેત્રના અગ્રણીઓ  પ્રમુખસ્વામી મહારાજ નગરનાં દર્શનાર્થે પધાર્યા હતા. આજે સાંજની વિશેષ સભા ‘પરાભક્તિ’માં સૌ સમ્મિલિત થયા હતા. 

ક્ષણેક્ષણ પરમાત્મામય થઈને રહેતા પ્રમુખસ્વામી મહારાજ બેજોડ પરાભક્તિનું મૂર્તિમંત સ્વરૂપ હતા. પ્રમુખસ્વામી મહારાજની તમામ પ્રવૃત્તિ આધ્યાત્મિકની પર્યાય હતી. તદ્દન અનાસક્ત હોવા છતાં, પ્રેમભાવે લોકસેવાના સઘળાં કાર્યોનો શ્રેય ભગવાનને ચરણે ધરતા રહ્યા. ભગવાનમાં શ્રદ્ધા અને ભક્તિ એ જ એમનું ઉર્જાકેન્દ્ર હતું. વિરાટ સેવાકાર્યો અને લોકકલ્યાણની ગંજાવર પ્રવૃત્તિઓમાં પ્રમુખસ્વામી મહારાજને પરમાત્માનું નિરંતર અનુસંધાન રહેતું.            

પારાયણ પૂજન વિધિ અને ભગવાનના નામ-સ્મરણ-ધૂન, કીર્તન સાથે કાર્યક્રમનો શુભારંભ સાંજે ૫.૦૦ વાગ્યે કરવામાં આવ્યો હતો. પ્રમુખસ્વામી મહારાજની નિરંતર ભગવાનમય સ્થિતિનું  દર્શન BAPS સંસ્થાના વિદ્વાન સંત પૂ. આદર્શજીવન સ્વામીએ કરાવ્યું હતું. ‘પરાભક્તિના વિરલ ધારક’ વિષય પર વિદ્વાન અને વાચસ્પતિ પૂ. પ્રભુચરણ સ્વામીએ પ્રવચન કર્યું.

 આજના સંધ્યા સભાના કાર્યક્રમમાં ઉપસ્થિત મંચસ્થ મહાનુભાવો :

  • શ્રી શ્રી શ્રી ત્રિદંડી ચિન્ના શ્રીમન્નારાયણ રામાનુજ જિયર સ્વામી, સંસ્થાપક: જિયર ઇન્ટેગ્રેટેડ વેદિક એકેડેમી ( JIRA)
  • શ્રી અનંત ગોએન્કા, એક્ઝીક્યુટીવ ડીરેકટર, ઇન્ડિયન એક્સપ્રેસ ગ્રુપ 
  • પરષોત્તમ રૂપાલા, કેન્દ્રીય મંત્રી, 
  • શ્રી સુધીર નાણાવટી, પ્રમુખ, ગુજરાત લો સોસાયટી યુનિવર્સિટી
  • શ્રી સુરેશ શેલત, પૂર્વ એડવોકેટ જનરલ, ( ગુજરાત સરકાર )
  • ડૉ જે રામેશ્વર રાવ, ફાઉન્ડર ચેરમેન – મી હોમ ગ્રુપ (TV 9 )
  • શ્રી કલ્પેશ સોલંકી, ગ્રુપ મેનેજિંગ એડિટર – એશિયન મીડિયા ગ્રુપ(ગરવી ગુજરાત)
  • CA ડૉ ગિરીશ આહુજા, ટેક્સ એક્સપર્ટ અને શિક્ષણવિદ 
  • સંધ્યા સભામાં ઉપસ્થિત મહાનુભાવોના ઉદગારો 
  • કોન્ફરન્સમાં આમંત્રિત મહાનુભાવોના ઉદ્ગાર:
  • દેબાશિષ મિત્રા, પ્રમુખ, ICAIમ કી-નોટ સ્પીકર,

“જ્યારે મને પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ માટે  આમંત્રણ આપવામાં આવ્યું ત્યારે હું આ ઉત્સવથી પરિચિત નહોતો, પરંતુ ઉપ પ્રમુખ અનિકેત તલાટીએ મને આગ્રહપૂર્વક જણાવ્યું કે મારે આ સમારોહમાં ઉપસ્થિત રહેવું જોઈએ અને પ્રમુખસ્વામી માહરાજ વિષે જાણવું જોઈએ, કેવાં મૂલ્યોને એમણે પ્રતિષ્ઠિત કર્યાં અને કેવી રીતે લોકોના જીવનમાં તેમણે પરિવર્તન આણ્યું. જ્યારથી હું અહી આવ્યો ત્યારથી મને એવું લાગી રહ્યું છે કે જાણે હું ભગવાનના ધામમાં પહોંચી ગયો છું. પ્રમુખસ્વામી મહારાજના જીવનને હું ICAI ના સિદ્ધાંતો સાથે સાંકળીને તેમાંથી પ્રેરણા મેળવી રહ્યો છું.”   

CA બિશન શાહ, ચેરમેન, ICAI અમદાવાદ

 “મને લાગ્યું કે પ્રમુખસ્વામી મહારાજ આપની સાથે છે. સર્જનાત્મકતા, લીડરશિપ અને સુખની પાછળ આધ્યાત્મિકતા છે. તે આધ્યાત્મિક શાણપણ જ છે જે મનુષ્યને ઉત્તમ બનાવે છે. હું પ્રમુખ સ્વામી મહારાજ,. મહંત સ્વામી મહારાજ, સંતો અને સર્વે સત્સંગીઓનો ઋણી છું.”

પુરુષોત્તમ ખંડેલવાલ, સેંટ્રલ કાઉન્સિલ મેમ્બર, ICAI

“પ્રમુખસ્વામી મહારાજ ભગવાન અને અન્યોને અર્થે જીવ્યા. દર ૧૫ દિવસે એક સંસ્થાની ભેટ ધરી. આપણે પણ અન્યોને કાજે સમયનું દાન કરવું જોઈએ.”

સુનિલ તલાટી, પૂર્વ પ્રમુખ, ICAI  

“પ્રધાનમંત્રી દ્વારા ઉદ્ઘાટન બાદ તૃતીય દિવસે ICAI ને અહીં કોન્ફરન્સ યોજવાનો લાભ મળ્યો. જે રીતે ૬૦૦ એકર ભૂમિમાં સર્જન કરવામાં આવ્યું છે એ અદ્ભુત છે. ૨૮૦ ખેડૂતોએ ભૂમિનું દાન કર્યું અને ૮૦,૦૦૦ સ્વયંસેવકોએ છ મહિનામાં આ વિશાળ નગર ઊભું કરી દીધું. પ્રમુખસ્વામી મહારાજ અને મહંતસ્વામી  મહારાજના આશીર્વાદ વગર આ સંભવિત નથી. જો આપણે વધુ આશીર્વાદના અધિકારી થવું હોય તો આ સ્વયંસેવકોનું કાર્ય નિહાળવું પડશે.”

અનિકેત તલાટી, ઉપપ્રમુખ, ICAI  

“આ સ્થાન વિશ્વની અજાયબી છે. પ્રમુખસ્વામી મહારાજ નગરમાં સુંદર કોન્ફરન્સ હૉલ અને વ્યવસ્થા આપવા બદલ BAPS સંસ્થાના ખૂબ આભારી છીએ.”