અયોધ્યામાં 16 જાન્યુઆરીથી શરૂ થયેલી પ્રાણપ્રતિષ્ઠા અનુષ્ઠાનનો શુક્રવાર, 19 જાન્યુઆરીએ ચોથો દિવસ હતો. રામલલ્લાની સંપૂર્ણ તસવીર સામે આવી. રામલલ્લા નો આખો ચહેરો પહેલીવાર જોવા મળ્યો.
શુક્રવારે સાંજે સાત વાગ્યાથી અસ્થાયી મંદિરમાં રામલલ્લા નાં દર્શન બંધ થઈ ગયા હતા. 22 જાન્યુઆરી પ્રાણપ્રતિષ્ઠા બાદ 23 જાન્યુઆરીથી ભક્તો નવા મંદિરમાં દર્શન કરી શકશે.પ્રતિમા વિશે, શનિવારે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના મુખ્ય પૂજારી સત્યેન્દ્ર દાસે કહ્યું કે, પ્રાણપ્રતિષ્ઠા પહેલા નવી પ્રતિમામાં ભગવાનની આંખો પરથી પાટા ખોલી શકાય નહીં. જો પ્રતિમામાં આંખો ઉપર કપડું ન દેખાય તો તે ખોટું છે. આની તપાસ થવી જોઈએ.
આજે રામલલ્લા વાસ્તુ શાંતિ પછી સિંહાસન પર બિરાજશે. આ પહેલા સવારે શક્રધિવાસમાં, ફળાધિવાસમાં અને સાંજે પુષ્પાધિવાસમાં બિરાજશે. પાકિસ્તાનથી હિંગળાજ શક્તિપીઠનું જળ અયોધ્યા પહોંચશે.