દાહોદ,
શ્રી માધ્યમિક અને ઉચ્ચ. માધ્યમિક શાળા પેથાપુરમાં કારકિર્દી માર્ગદર્શન સેમીનારનું આયોજન શાળાના આચાર્ય ચેતનભાઈ પ્રજાપતિ દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં શ્રીજી કોલેજ ઑફ એજ્યુકેશન સંતરામપુરના પ્રોફેસર સવાઈલાલ પુવાર એ ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓને ધોરણ 10 અને 12 બાદ કયા કયા અભ્યાસક્રમમાં પ્રવેશ લેવાથી ઉજવળ કારકિર્દી બનાવી શકાય તેમજ કોલેજમાં પ્રવેશથી લઇને બાળકોની દરેક કારકિર્દીની સમસ્યાને લગતું સચોટ માર્ગદર્શન આપ્યું હતું. વિદ્યાર્થીઓ સચોટ માર્ગદર્શન થી ઉજજવળ કારકિર્દી બનાવીને સમાજમાં ગૌરવવંત્તું સ્થાન પ્રાપ્ત કરે અને કોઈ મૂંઝવણ હોય તો દૂર કરી શકે એવા ઉમદા હેતુ થી આ સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સમગ્ર શિક્ષકગણ અને વિદ્યાર્થીઓ હાજર રહ્યા અંતે શાળાના મદદનીશ શિક્ષક પી.આર. પંચાલ દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી.