મહિસાગર,
જીસીઇઆરટી ગાંધીનગર અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન સંતરામપુર દ્વારા આયોજિત મહીસાગર જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી, જિલ્લા શિક્ષણ સમિતિ અને શ્રી કે.એમ. દોશી હાઇસ્કૂલ બાકોરપાંડરવાડાના સંયુક્ત ઉપક્રમે જિલ્લા કલેકટર ભાવિન પંડયાના અધ્યક્ષસ્થાને બેદિવસીય જિલ્લા કક્ષાના વિજ્ઞાન-ગણિત અને પર્યાવરણ પ્રદર્શનને ખુલ્લુ મુકાયું.
ટેકનોલોજી અને રમકડાં વિષય પર આયોજિત આ ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શનમાં વિવિધ પાંચ વિભાગમાં બાળ વૈજ્ઞાનિકોએ પ્રાથમિક વિભાગમાં 30 અને માધ્યમિક વિભાગમાં 25 મળી કુલ 55 કૃતિ પ્રદર્શિત કરવામાં આવી છે. આ પ્રસંગે જિલ્લા કલેકટર ભાવિન પંડયા, બાકોર પાંડરવાડા કેળવણી મંડળ પ્રમુખ ડી.એમ.જોશી, ડાયટ પ્રાચાર્ય ડો. કે.ટી. પોરાણીયા, મોડાસા કોલેજ આચાર્ય ડો. બી.ડી. પટેલ, શાળાના આચાર્ય કલ્પેશ સેવક, ટ્રસ્ટીગણ સહિત મહાનુભાવોએ કૃતિ રજૂ કરનાર બાળ વૈજ્ઞાનિકોને પ્રોત્સાહિત કરી પ્રગતિમય ભવિષ્યની શુભકામનાઓ પાઠવી હતી. આ કાર્યક્રમમાં વિશિષ્ટ સિધ્ધિ મેળવનાર શ્રી કે.એમ.દોશી હાઇસ્કૂલ બાકોરપાંડરવાડાના વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં શિક્ષણક્ષેત્રના વિવિધ સંઘ હોદ્દેદારઓ પ્રતિનિધિઓ, ડાયટ સંતરામપુરના અધિકારીગણ, બી.આર.સી.-સી.આર.સી. કૃતિ લઈ આવનાર બાલ વૈજ્ઞાનિકો તેમના માર્ગદર્શક શિક્ષકો, આચાર્યઓ, શિક્ષકઓ, બાળકો વાલીઓ આ પ્રદર્શનની મુલાકાત લેવા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.