દાહોદ,
તા.21.11.2022ના રોજ વિધાનસભાની સામાન્ય ચુંટણી-2022 માં મતદાન કરવા માટે લોકોમાં જાગૃત્તિ કેળવવા અર્થે દાહોદ જિલ્લાની જી.પી. ધાનકા માધ્યમિક અને ઉ.મા. શાળા દાહોદ દ્વારા અવનવી પ્રવૃતિઓ હાથ ધરવામાં આવી રહી છે. જેમાં તાજેતરમાં અવસર લોકશાહીનો કેમ્પેઇન અંતર્ગત ખાતે મતદાર જાગૃતિ રેલીનું આયોજન કરવામા આવ્યું. જેમાં સ્કુલના બાળકો અને શિક્ષકોએ ઉત્સાહભર ભાગ લીધો.
વિશ્ર્વના સૌથી મોટા ભારતીય લોકતંત્રની કરોડરજ્જુ સમાન ગુજરાત વિધાનસભા ચૂંટણી પર્વ-2022 નિમિત્તે, શાળાના પ્રમુખ આદરણીય ગોપાલભાઇ પી. ધાનકાની આગેવાનીમાં દાહોદ શહેરના ગૌરવવંતા મતદારોને પોતાના અમૂલ્ય અને પવિત્ર મતાધિકારનો અચૂક ઉપયોગ કરવા જાગૃત કરવા હેતુ ભવ્ય બિન-રાજકીય “મતદાન મહાદાન” જન-જાગૃતિ રેલી/ પદયાત્રાનું આયોજન શાળા દ્વારા કરવામાં આવ્યુ હતું. જેમાં મહત્તમ લોકોએ ભાગ લઇ રેલી સહિત વિવિધ પ્રવૃતિને સફળ બનાવી હતી. આ ચૂંટણીમાં મહત્તમ મતદાન થાય અને દરેક નાગરિક સમાન અને સહર્ષ રીતે આ પ્રક્રિયાનો ભાગ બને એવા પ્રયાસો જિલ્લા ચૂંટણી તંત્ર દાહોદ દ્વારા હાથ ધરવામાં આવી રહ્યા છે.