સંતરામપુર, અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વાર દ્વારા 47મો અશ્વમેધ મહાયજ્ઞ ખારગર બોમ્બે ખાતે તારીખ 21 થી 25 ફેબ્રુઆરી 2024 યોજાઈ રહેલ છે. તે કાર્યક્રમમાં મહિસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાની શ્રી ગાયત્રી શક્તિપીઠ સંતરામપુરના માધ્યમથી સંતરામપુર ફતેપુરા અને કડાણા તાલુકાના 110 જેટલા ગાયત્રી પરિવારજનો બોમ્બે અશ્વમેધ મહાયજ્ઞમાં બે લક્ઝરી બસ દ્વારા આજે જવા રવાના થયા.
પંચમહાલ ઉપજોન સંયોજક રામજીભાઈ ગરાસીયા તેમજ નગરપાલિકા ચીફ ઓફિસર હઠીલાએ લીલી ઝંડી આપી લક્ઝરીઓને બોમ્બે જવા રવાના કર્યા.