શ્રાવણના પ્રથમ સોમવારે શિવાલયો બમ બમ ભોલે થી ગુંજી ઉઠ્યા

  • ફતેપુરા નગરમાં મહિલાઓ દ્વારા કાવડ યાત્રા કાઢવામાં આવી.

ફતેપુરા નગરમાં મહિલાઓ દ્વારા નીલકંઠ મહાદેવ મંદિરથી કામેશ્ર્વર મહાદેવ સુધી કાવડ યાત્રા કાઢવામાં આવી મોટી સંખ્યામાં મહિલાઓએ ઉત્સાહ ભેર ભાગ લીધો હતો.

પવિત્ર શ્રાવણમાં શરૂ થતા શિવાલયમાં બમ બમ ભોલે થી ગુંજી ઊઠે છે. શિવાલયોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળે છે. આજે શ્રાવણના પ્રથમ સોમવાર નિમિત્તે ફતેપુરાની નગરની મહિલાઓ દ્વારા વડવાસ મુકામે આવેલ નીલકંઠેશ્ર્વર મહાદેવ મંદિરથી કાવડયાત્રા લઈને ફતેપુરા નગરમાં સ્થિત કામેશ્ર્વર મહાદેવ મંદિરે જલાભિષેક કર્યો હતો. ફતેપુરા નગરની 251 મહિલાઓ વહેલી સવારે વડવાસ મુકામે આવેલ નીલકંઠેશ્વર મહાદેવ એકત્રિત થઈ ભજન કીર્તન કરી ભોલેનાથને જલાભિષેક વિશે કરી બમ બમ ભોલેનાથના નાદ સાથે મહિલાઓ દ્વારા ઢોલના તાલે કાવડયાત્રા લઈને ફતેપુરા મુકામે આવ્યા હતા.

ફતેપુરા નગરના વિવિધ વિસ્તારેમાં કાવડીયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ કાવડીયાત્રામાં મોટી સંખ્યામાં મહિલાઓ જોડાતા ફતેપુરા નગર શિવમ બની ગયું હોય તેમ બમ બમ ભોલેનાથ ઓમ નમ: શિવાય હર હર મહાદેવ ના નારાઓ સાથે મહિલા કાવડયાત્રીઓએ આકર્ષણ જમાવ્યું હતું. શિવાલયોમાં મોટી સંખ્યામાં લોકો જોવા મળ્યા હતા. ત્યારે પવિત્ર શ્રાવણ માસમાં દરેક ભક્ત શિવમ બની ગયો હોય તેવું વાતાવરણ પણ જોવા મળી રહ્યું હતું.