શ્રમયોગીઓને મતદાન માટે 7 મેના રોજ સવેતન રજા આપવાનું જણાવવામાં આવે છે

આગામી તા.07/05/2024 નાં રોજ લોકસભા સામાન્ય ચૂંટણી-2024 માટે મતદાન યોજાનાર છે. જેથી ગુજરાત શોપ્સ એન્ડ એસ્ટાબ્લીશમેન્ટસ (રેગ્યુલેશન ઓફ એમ્પ્લોયમેન્ટ એન્ડ કંડીશન્સ ઓફ સર્વિસ) એકટ-2019, કારખાના અધિનિયમ -1948,બિલ્ડીંગ એન્ડ અધર ક્ધસ્ટ્રકશન વર્ક્સ એક્ટ-1996, કોન્ટ્રાક્ટ લેબર અધિનિયમ -1970 હેઠળ નોંધણી થયેલ સંસ્થા/સાઈટ પરના શ્રમયોગીઓ મતદાનનાં દિવસે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે તેમજ લોક પ્રતિનિધિત્વ ધારા,1951 ની કલમ-135 (બી) મુજબ નોંધણી થયેલ સંસ્થા/સાઈટ પરના શ્રમયોગીઓ મતદાન દિવસે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે સવેતન રજા આપવાની રહેશે.

આ જોગવાઈ અનુસાર જાહેર રજા કરવાને કારણે સંબધિત શ્રમયોગીઓ/ કર્મચારીઓના પગારમાંથી કોઈ કપાત કરવાની રહેશે નહી. જે શ્રમયોગીઓની ગેરહાજરીથી જોખમ ઉભુ થવાના સંજોગો/ શક્યતા હોય અથવા જે વ્યવસાય અને રોજગાર સાથે સંકળાયેલ હોય તે રોજગારમાં મોટા પ્રમાણમાં નુકશાન થવા સંભવ હોય તેવા કિસ્સામાં અથવા સતત પ્રક્રિયાવાળા કારખાનામાં કામ કરતાં શ્રમયોગીઓ/કર્મચારીઓ તેમના મત આપવાનો અધિકાર ભોગવી શકે તે માટે તેમની ફરજના સમયમાંથી મતદાનના સમયગાળા દરમિયાન ત્રણથી ચાર કલાક વારા-ફરતી મતદાન માટે સવેતન રજા આપવાની રહેશે. જો કોઈ કારખાનેદાર માલિક કે નોકરીદાતા ઉપરોક્ત જોગવાઈથી વિરૂધ્ધનું વર્તન કરશે તો ઉપરોક્ત કાયદા હેઠળ શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવશે. મતદાનના દિવસે ઉપરોકત સંબધિત કોઈ ફરિયાદ હોય તો જીલ્લા કક્ષાનાં કંટ્રોલ રૂમનો 1800 233 1338 પર સંપર્ક કરવા અથવા જીલ્લાના નોડલ અધિકારી જનરલ મનેજર, જીલ્લા ઉધોગ કેન્દ્ર,નડીઆદ (ખેડા) ને ફોન નંબર-0268-2555526 પર સંપર્ક સાધવા જણાવાયું છે