સીએમ ભુપેન્દ્ર પટેલે શ્રમિક બસેરા યોજનાનો પ્રારંભ કર્યો છે. આ યોજના હેઠળ ૧૫ હજાર શ્રમિકો માટે હંગામી આવાસની યોજનાનું મુખ્યમંત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરાયું છે. આ યોજના હેઠળ પ્રતિદિન પ્રતિ વ્યક્તિ ૫ રૂપિયામાં બાંધકામ શ્રમિક તથા તેમના પરિવારને આશ્રય આપવામા આવશે. આ યોજના થકી ૩ વર્ષમાં ૩ લાખ શ્રમિકોને આશ્રય સ્થાનમાં રહેવાનો લાભ આપવાનો સરકારનો લક્ષ્યાંક છે. જેમાં ૬ વર્ષથી નાની ઉંમરના બાળકોને વિના મૂલ્યે આવાસ ફાળવવામાં આવશે. શ્રમિકો માટે ગુજરાતના ત્રણ મોટા શહેરોમાં ૧૫૦૦૦ હંગામી આવાસ બનાવાવામાં આવશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે શ્રમિક બસેરા યોજના અંતર્ગત અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ તથા વડોદરામાં કુલ ૧૭ સાઈટનું ખાતમૂહુર્ત કરવામાં આવ્યું છે. શ્રમિક બસેરા યોજના હેઠળ શ્રમિકોને કામકાજના નજીકના સ્થળે ઉત્કૃષ્ટ અને પરવડે તેવા પાયાની મૂળભૂત સુવિધાઓ સાથેના પ્રીફેબ્રિકેટેડ આવાસો ફક્ત ૫ રૂપિયાના ટોકન દરે પ્રતિદિન પ્રતિશ્રમિક આપવામાં આવશે. આ સમગ્ર યોજનાના પારદર્શી વહીવટ માટે શ્રમિક બસેરા યોજનાના પોર્ટલનુ પણ સાથેસાથે લોન્ચિંગ કરવામાં આવ્યું છે. આ પોર્ટલના માધ્યમથી શ્રમિકોને આવાસની ફાળવણી કરવામાં આવશે.
બાંધકામ શ્રમિકોને તેઓના કામકાજના નજીકના સ્થળે ઉત્કૃષ્ટ અને પરવડે તેવા પાયાની મૂળભૂત સુવિધાઓ સાથેના સસ્તા ભાડાના કામચલાઉ આવાસો મળી રહે તથા બાંધકામ શ્રમયોગીઓની જીવનસ્તરમ વધારો થાય તે હેતુથી ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ મારફતે મહાનગરપાલિકા/નગરપાલિકા/અર્બન ડેવલોપમેન્ટ ઑથોરિટી / નોટીફાઈડ એરિયા / ઈન્ડસ્ટ્રીયલ એસોસિએશન/ જીઆઇડીસી તથા તેના જેવા અન્ય સત્તામંડળો દ્વારા બોર્ડના નોંધાયેલા બાંધકામ શ્રમિકો તથા તેઓના પરિવારને રાહત દરે ભાડેથી રહેવાની કામચલાઉ સુવિધા પૂરી પાડવા શ્રમિક બસેરા યોજનાને વહીવટી મંજૂરી આપવામાં આવેલી છે. તેમા નોંધાયેલ બાંધકામ = શ્રમિકો તથા તેમના કુટુંબીજનોને પ્રતિ વ્યક્તિ પ્રતિ દિન રૂ.૫/- માં હંગામી ધોરણે આવાસ ફાળવવામાં આવનાર છે.
શ્રમિક બસેરા યોજના હેઠળ બાંધકામ શ્રમયોગીઓની જીવનસ્તરમાં વધારો થાય તે હેતુથી ગુજરાત મકાન અને અન્ય બાંધકામ યોગી કલ્યાણ બોર્ડ મારફતે મહાનગરપાલિકા/નગરપાલિકા / અર્થન ઝુવલોપમેન્ટ ઑથોરિટી/નોટીફાઈડ એરિયા/ઈન્ડસ્ટ્રીયલ એસોસિએશન તથા અન્ય સત્તામંડળો દ્વારા બોર્ડના નોંધાયેલા બાંધકામ શ્રમિકો તથા તેઓના પરિવારને રાહત દરે ભાડેથી રહેવાની સુવિધા પૂરી પાડવામાં આવશે. આ સુવિધા ફક્ત પાંચ રૂપિયા પ્રતિદિન પ્રતિશ્રમિક ભાડાના દરથી આપવામાં આવશે.
ઉપરાંત, લાભાર્થી શ્રમિકના ૬ વર્ષ કે તેથી ઓછી ઉંમરના બાળકો માટે કોઇ ભાડું લેવામાં આવશે નહીં. અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકારના મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા હાલ નોંધાયેલા ૧૦.૨૪ લાખ બાંધકામ શ્રમિકો માટે વિવિધ આર્થિક સહાય યોજનાઓ પણ ચલાવવામાં આવે છે. જેઓ માટે આરોગ્ય, રહેઠાણ, શિક્ષણ, પરિવહન તથા સામાજિક સુરક્ષાને લગતી કુલ-૨૨ યોજનાઓ કાર્યરત છે. કાર્યક્રમ દરમિયાન આ યોજનાઓ અંતર્ગતના લાભાર્થીઓને સહાયનું વિતરણ કરવામાં આવનાર છે.