શ્રદ્ધા વાલકર મર્ડર કેસ પર ફિલ્મ બનશે,ડાયરેક્ટરે કામ શરૂ કરી દીધું

નવીદિલ્હી,

દિલ્હીના હચમચાવી નાંખનારા શ્રદ્ધા વાલકર હત્યાકાંડે આખા દેશને ચોંકાવી દીધો હતો. આ નિર્મમ હત્યાને લઇને દેશભરમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. દરેક વ્યક્તિ આરોપીને સજા આપવાની માંગ કરી રહ્યો છે. આ વચ્ચે બોલીવુડે શ્રદ્ધા વાલકર હત્યાકાંડ પર ફિલ્મ બનાવવાની ઘોષણા કરી દીધી છે. રિપોર્ટ્સ અનુસાર હચમચાવી નાંખનાર હત્યાકાંડ પર ફિલ્મ ડાયરેક્ટર મનીષ એફ સિંહે કામ પણ શરૂ કરી દીધું છે.

રિપોર્ટ અનુસાર દિલ્હી હત્યાકાંડ પર નિર્માતા-નિર્દેશક મનીષ એફ સિંહ ફિલ્મ બનાવી રહ્યાં છે. આ ફિલ્મનું વર્કિંગ નામ ’Killed Shraddha Walker ’રાખવામાં આવ્યું છે. રિપોર્ટ અનુસાર ફિલ્મ શ્રદ્ધા વાલકરના મર્ડર પર આધારિત હશે. આ ફિલ્મના સ્ક્રીનપ્લે પર કામ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે. જો કે તેમણે તે પણ સ્પષ્ટતા કરી કે સ્ક્રીનપ્લેને અંતિમ રૂપ ત્યાં સુધી નહીં આપવામાં આવે જ્યાં સુધી પોલીસ ચાર્જશીટ ફાઇલ ન થઇ જાય.

મનીષ એફ સિંહે પોતાની ફિલ્મને લઇને સ્પષ્ટતા કરી છે કે આ લવ જેહાદ પર હશે. યુવતીઓને ફસાવીને તેમનું જીવન બરબાદ કરનારાઓના કાવતરાઓ દુનિયા સામે લાવવામાં આવશે. સાથે જ શ્રદ્ધા વાલકર કેસ પર નહીં પરંતુ તેનાથી પ્રેરિત હશે. ફિલ્મને વૃંદાવન ફિલ્મ્સના બેનર હેઠળ બનાવવામાં આવશે. તેમાં કયા કલાકાર હશે તેના પર હજુ નિર્ણય લેવામાં નથી આવ્યો. શ્રદ્ધા વાલકર મર્ડર કેસને પણ લોકો લવ જેહાદનું નામ આપી રહ્યાં છે. જો કે તે કહેવુ વધુ ઉતાવળિયું કહેવાશે કારણ કે જ્યાં સુધી પોલીસ આ મામલે દરેક બાબતની તપાસ ન કરે, લોકોએ પોતાના જજમેન્ટ પર સંયમ લગાવવો જોઇએ. પોલીસ આ કેસને સોલ્વ કરવાનો પ્રયાસ કરી રહી છે.