શ્રદ્ધા હત્યા કેસ, આફતાબનો ૧ ડિસેમ્બરે થશે નાર્કો ટેસ્ટ, કોર્ટે મંજુરી આપી

મુંબઇ,

શ્રદ્ધા હત્યા કેસના આરોપી આફતાબને મંગળવારે ફરીથી રોહિણી એફએસએલમાં પોલીગ્રાફ ટેસ્ટ માટે લાવવામાં આવ્યો હતો. અહીં સોમવારે થયેલા હુમલા બાદ મ્જીહ્લને લેબની બહાર તૈનાત કરવામાં આવી છે. હુમલાના બે આરોપીઓને ૧૪ દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં જેલમાં મોકલી દેવામાં આવ્યા છે.જેલ સત્તાધીશોએ આફતાબને એફએસએલમાં લઈ જવાનો રોડમેપ પણ તૈયાર કર્યો છે. તિહારમાં આફતાબની સુરક્ષા પણ વધારી દેવામાં આવી છે.

દિલ્હી પોલીસ ૧ ડિસેમ્બરે આફતાબનો નાર્કો ટેસ્ટ કરશે. દિલ્હી પોલીસે ૧ ડિસેમ્બરે નાર્કો ટેસ્ટ કરાવવા માટે કોર્ટમાં અરજી આપી છે. અગાઉ ૫ ડિસેમ્બરે નાર્કો ટેસ્ટ કરાવવાની તારીખ નક્કી કરવામાં આવી હતી. દિલ્હી પોલીસે આફતાબનો પોલીગ્રાફી ટેસ્ટ પણ કરાવ્યો છે.

દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર, શ્રદ્ધાના ગુમ થયાની ફરિયાદ મુંબઈમાં નોંધાવવામાં આવી હતી. આ પછી મુંબઈ પોલીસે આફતાબને પૂછપરછમાં જોડાવા માટે બોલાવ્યો હતો. તે દરમિયાન તેના ફ્રીજમાં શ્રદ્ધાના મૃત શરીરના ટુકડા હતા. અત્યાર સુધીમાં ૧૩ હાડકાં મળી આવ્યા છે. જે મહેરૌલી જંગલની આસપાસના વિસ્તારમાંથી પણ મળી આવ્યા હતા.

આફતાબનો પોલીગ્રાફ ટેસ્ટ સવારે ૧૧ વાગ્યે શરૂ થઈ ગયો હતો. સોમવારે લગભગ ૮ કલાક સુધી તેની પૂછપરછ કરવામાં આવી હતી. દિલ્હી પોલીસે શ્રદ્ધાને નોકરી અપાવનાર જીમેશ નામ્બિયારનું નિવેદન નોંયું છે. પોલીસના જણાવ્યા અનુસાર, શ્રદ્ધા આફતાબના વલણ અને મારપીટથી કંટાળી ગઈ હતી. શ્રદ્ધા આફતાબથી અલગ થવાનો નિર્ણય લીધો હતો. તે આફતાબ સાથે બ્રેકઅપ કરવા માંગતી હતી. ૩-૪ મેના રોજ શ્રદ્ધાએ પણ અલગ થવાનો નિર્ણય લીધો હતો. પરંતુ આફતાબને આ પસંદ ન આવ્યું અને તેણે શ્રદ્ધાને મારી નાખી.