મંદસોર,મધ્યપ્રદેશના મંદસૌરમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. એક પિતાએ પોતાની ૧૨ વર્ષની દીકરી અને ૧૦ વર્ષના દીકરા સાથે ગળે ફાંસો ખાઈ લીધો હતો. ત્રણેયના મૃતદેહ આંબાના ઝાડ પર લટક્તા મળી આવ્યા હતા.
શામગઢના રૂંદડી ગામમાં બંજારા સમાજના એક યુવકે તેના પુત્ર અને પુત્રી સાથે આત્મહત્યા કરી લીધી હતી. મરતા પહેલા યુવકે સુસાઈડ નોટમાં પોતાની સાથે બનેલી ઘટનાનો પણ ઉલ્લેખ કર્યો છે. મૃતકે સ્યુસાઇડ નોટમાં લખ્યું છે કે ત્રણ મહિના પહેલા તેની પત્ની નૈની બંજારાને ગામના રાજુ, કાળુ, સોનુ, ગીતાબાઇ, નોજીબાઇ, લીલાબાઇ, ગોવિંદે માર મારી છેડતી કરી હતી. આ લોકોએ મારી પત્નીની સાડી પણ ફાડી નાખી હતી. આ તમામ લોકોને તેમના અને બાળકોના મોત માટે જવાબદાર ઠેરવવામાં આવ્યા છે. મૃતકે પોતાની સ્યુસાઇડ નોટમાં પોલીસ પાસે માંગણી કરી છે કે, આરોપીને ફાંસીની સજા થવી જોઇએ.
મૃતકની પત્ની પર ગામના જ એક પરિવારની મહિલાઓ અને પુરુષોએ હુમલો કરી તેની છેડતી કરતા મૃતકને ઇજા પહોંચી હતી. રવિવારે સાંજે બાળકોને મળવા માટે ત્રણ મહિના બાદ ઘરે પહોંચ્યા હતા. ઘરે પહોંચ્યા બાદ બાળકોને શામગઢ લઈ જઈને શોપિંગ કરાવ્યું હતું પછી ગામ બહાર આંબાના ઝાડ સાથે લટકીને આપઘાત કરી લીધો હતો. ત્રણેયના મૃતદેહ ઝાડ પર લટક્તા મળી આવ્યા બાદ મૃતકની પત્ની અને પરિવારજનો પહોંચી ગયા હતા. ઘટના સ્થળે પહોંચેલા પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે લોકોને શાંત પાડવામાં આવ્યા હતા અને ત્રણેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. પોલીસે આ મામલે ફરિયાદ નોંધી આરોપીના ગેરકાયદે મકાનની તપાસ શરૂ કરી છે.