શૂટીંગમાં સતત વિલંબને પગલે કરણની ફિલ્મ ’બુલ’માંથી સલમાન હટ્યો

મુંબઇ, લગભગ ૨૫ વર્ષ બાદ કરણ જોહર અને દબંગ સ્ટાર સલમાન ખાન એક સાથે કામ કરવા તૈયાર હતા. બન્ને ફિલ્મ ’બુલ’ માટે તૈયાર હતા પણ શૂટીંગમાં સતત વિલંબના કારણે સલમાન ખાન ખુદ આ ફિલ્મમાંથી નીકળી ગયો છે.

સૂત્રો મુજબ સલમાન હવે કરણની આ ફિલ્મમાં સાથે કામ નહીં કરે. ફિલ્મનું શૂટીંગ ૨૦૨૩માં શરૂ થનાર હતું પણ જાન્યુઆરી અને ત્યારબાદ ફેબ્રુઆરી અને ફેબ્રુઆરી ત્યાર બાદ મેમાં પણ શૂટીંગ નહોતું થયું.કરણે સલમાન ખાન પાસે જુલાઇ સુધીનો સમય માંગ્યો ત્યારે સલમાને પોતાના મિત્ર સાજીદ નડિયાદવાળાની ફિલ્મને સૌથી આગ્રહ રાખવાનો નિર્ણય કર્યો. એઆર મુરુગાદાસ સાથે સાજીદની ફિલ્મ મે ૨૦૨૪માં ફલોર પર જવા તૈયાર છે.

દરમિયાન કરણ નવેમ્બર-૨૦૨૪ સુધી ’બુલ’ને ફલોર પર લઇ જવાનું વિચારતો હતો. સૂત્રો મુજબ સલમાને પણ કહ્યું હતું કે, નિયતિ (નસીબ) નથી ઇચ્છતી કે આ ફિલ્મ બને. સલમાન અને કરણ કદાચ બીજી કોઇ ફિલ્મમાં સાથે કામ કરતા જોવા મળી શકે છે.