લુણાવાડા,શિયાળામાં લોકો પોતાના સ્વાસ્થ્યની ખૂબ ચિંતા કરતા હોય છે,ત્યારે સૌવના સ્વાસ્થય રક્ષક આહાર તરીકે કચેરીયું પૌષ્ટિક ગણાય છે. ઠંડીનું પ્રમાણ વધતાં ઘાણીઓ ઉપર કચેરીયાનું પીલાણ કરવા તેમજ ખરીદવા ભીડ જામે છે. જેનો અહેસાસ લુણાવાડામાં શરૂ થયેલ બળદીયા ઘાણીના ધીમી ગતિના ધમધમટથી દેખાઈ રહ્યો છે.
જેમ જેમ શિયાળાની મોસમ જામતી જાય છે, તેમ તેમ માણસ ઠંડીથી બચવા શાલ, સ્વેટર, જાકીટ રજાઈ, ધાબળા અને ગોદડીઓનો ઉપયોગ કરતો હોય છે. તેવીજ રીતે શરીરને અંદરથી આહાર દ્વારા ગરમી મળે તે માટે ગુંદરપાક, અડદીયું, કૌચાપાક, ચવનપ્રાશ ચીક્કી, તલ ગોળ માંથી બનેલ કચેરીયાનો સ્વાદ માણતા હોય છે. આજના ટેક્નોલોજીના યુગમાં પણ બળદ વડે ચાલતી ઘાણીમાં પિલાતા કચેરીયાનો સ્વાદ કઈક અલગજ હોય છે. શિયાળામાં ઠંડી વધતાં લુણાવાડા શહેરમાં બળદીયા વડે ચાલતી ઘાણીયો ધમધમી ઉઠી છે. વહેલી સવારથી જ ઘાણીઓ ધમધમી ઉઠે છે. પીલણ અને ખરીદી માટે ભીડ જોવા મળે છે અને એક એક ઘાણીમાં રોજના 30 થી 40 કિલો જેટલું તલનું પીલાણ થાય છે. લોકો સ્વાદિષ્ટ ગુણવત્તા યુક્ત કચ્ચરિયા ખાવા ધૈર્ય રાખે છે. કારણ કે મશીનના કચરિયા કરતાં બળદિયાનું ઘાણીનું કચ્ચરિયું સ્વાદિષ્ટ હોય છે. સ્વાદની અનુભૂતિ મુજબ મશીનથી ચાલતી તેલની ઘાણી તેમજ બળદિયા વડે ચાલતી તેલની ઘાણીમાં પિલાતાં કચેરીયામાં બળદિયા ઘાણીના કચ્ચેરિયાનો સ્વાદ કઈક અલગજ હોય છે.