શિવરાજપુર પાસે પાંડોળ ગામના લુહાર ફળિયામાં દસ દિવસથી લાઈટ વગર અંધારા ઉલેચતા રહિશો

હાલોલ, તાજેતરમાં આવેલ તોફાની વાવાઝોડાએ પંચમહાલ જિલ્લામાં ભારે તબાહી સર્જી હતી. ત્યારે હલાોલ તાલુકાના શિવરાજપુર પાસે પંડોળગામના લુહાર ફળિયામાં છેલ્લા દસ દિવસથી અંધારપાટ સર્જાતા ડિજીટલ યુગના દાવા પોકળ સાબિત થયેલ જોવા મળ્યા હતા. ગ્રામજનોએ વારંવાર ટેલિફોનીક ફરિયાદો કરી છે. ગ્રામજનો વીજ કચેરીમાં રજુઆત કરવા જતા કર્મીઓ વગેરે ખાલી ભાસતી હોવાની દ્રશ્યો સામે આવ્યા હતા. દસ દિવસ પુર્વ આવેલ વાવાઝોડાએ પંચમહાલ જિલ્લામાં ભારે તબાહી મચાવી હતી. હાલોલ તાલુકાના શિવરાજપુર પાસે આવેલ પંડોળ ગામ પાસે વીજ ડીપીના પોલ ધરાશાયી થયા હતા. ગામના લુહાર ફળિયામાં છેલ્લા દસ દિવસથી વીજ પુરવઠો ખોરવાતા રહિશોને અંધારા ઉલેચવા સાથે પાણીની વિકટ સમસ્યા સર્જાઈ છે. મહિલાઓને પીવા અને વાપરવા માટે એકમાત્ર હેન્ડપંપથી પાણી ભરવાનો વારો આવતા પાણીનુ એક બેડુ ભરવા મહિલાઓની કતારો લાગી રહી છે. ગામના લોકો દસ દિવસથી અંધારામાં રહેવા મજબુર બન્યા છે. રોજેરોજ ગ્રામજનો એમજીવીસીએલની કચેરીમાં ફોન કરે છે. અને રજુઆતો કરવા છતાં અધિકારી કે કર્મચારીઓના પેટનુ પાણી હાલતુ નથી. લાઈટ ન હોવાથી ગામલોકોને ચોરી લુંટા જેવી ધટનાઓનો પણ ભય પ્રજાને સતાવી રહ્યો છે.