ભોપાલ,
મધ્યપ્રદેશમાં ધરમાં મોટી ઉજવણીના આયોજન દરમિયાન શરાબ પીવા માટે ૫૦૦ રૂપિયામાં પરમિટ જારી કરવાના નિયમને લઇ કોંગ્રેસે રાજય સરકારના નિર્ણયની ટીકા કરી છે. કોંગ્રેસે કહ્યું કે ભાજપ રાજયમાં દરેક ધરને બાર બનાવવા ઇચ્છે છે.જો કે મધ્યપ્રદેશના ગૃહમંત્રી અને રાજય સરકારના પ્રવકતા નરોત્તમ મિશ્રાનું કહેવુ છે કે આ નિયમ નવો નથી અને રાજયમાં કોંગ્રેસના નેતૃત્વવાળી સરકાર દરમિયાન પણ આ જ નિયમ હતો.
કોંગ્રેસના પ્રદેશ એકમના મીડિયા વિભાગના અધ્યક્ષ કે કે મિશ્રાએ આરોપ લગાવ્યો કે રાજય સરકાર ૫૦૦ રૂપિયાના શુલ્ક પર ઘરોમાં પાર્ટીઓ દરમિયાન શરાબ પીવાની પરમિટ જારી કરી યુવાનોને શરાબ પીવા માટે પ્રોત્સાહિત કરી રહી છે અને તેમને નોકરી આપવામાં નિષ્ફળ રહી છે.સત્તારૂઢ ભાજપ બેરોજગારીથી યુવાનોનું ધ્યાન હટાવવા માટે તેમને બરબાદ કરવા જઇ રહી છે.
એ યાદ રહે કે મધ્યપ્રદેશ કોંગ્રેસે પોતાના સત્તાવાર ટ્વિટર હૈંડલથી ટ્વીટ કર્યું હતું કે શિવરાજની પિયો અને પડે રહો યોજના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણની પિયો અને પડે રહો યોજનાને હવે દરેંક ધર દારૂ ધર ધર દારૂ યોજનાનો સાથ મળી ગયો છે.હવે તમે ફકત ૫૦૦ રૂપિયામાં ધરને બાર બનાવવાનું લાઇસન્સ લઇ શકે છે.શિવરાજજી,ધર બાર બચ્યું નહીં હવે ઘરને બાર વધુ બનાવો દો.
કોંગ્રેસના આરોપોની બાબતમાં પુછવા પર ગૃહમંત્રી મિશ્રાએ કહ્યું કે મધ્યપ્રદેશમાં આબકારી નીતિને લઇ કોંગ્રેસ ભ્રમ ફેલાવી રહી છે ભાજપ સરકારમાં નિયમોમાં કોઇ પણ રીતનું પરિવર્તન કરવામાં આવ્યું નથી કોંગ્રેસના જમાનામાં બનેલ જુની નીતિ હેઠળ જ પ્રદેશમાં શરાબ વેચાઇ રહી છે.
જયારે મધ્યપ્રદેશ આબકારી વિભાગના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે દાયકા પહેલા શરાબ નીતિ બન્યા બાદથી ધરમાં શરાબની વધુમાં વધુ ચાર ભરેલી બોટલ રાખવાનો નિયમ છે.અધિકારીએ કહ્યું કે આ રીતનો નિયમ પણ શરૂથી લાગુ હતો કે જો કોઇને ઘર પર જન્મ દિવસ લગ્ન ગેટ ટુ ગેદર વગેરે સમારોહ માટે ચાર શરાબની બોટલોથી વધુની આવશ્યકતા હોય છે તો તે વ્યક્તિને આબકારી વિભાગને શુલ્ક આપી પરિમટ લેવી પડશે જે એક દિવસ માટે કાયદેસર છે.