- શિવરાજપુર નજીક ઝીમીરાના રિસોર્ટમાં રેડ.
- જુગાર રમતા ૧૫ જેટલા નબીરાઓ ઝડપાયા.
- જુગાર રમતા ૧૫ પૈકી એક ધારાસભ્ય પકડાયા.
ગોધરા,
પંચમહાલના શિવરાજપુર નજીક આવેલા રિસોર્ટમાં કઈઇએ અચાનક રેડ કરતા ૧૫ જેટલા નબીરોઓને જુગાર રમતા રંગેહાથ ઝડપી લીધા છે. જેમાં ૧ ધારાસભ્ય પણ હોવાનું સામે આવ્યું છે.
મળતી જાણકારી પ્રમાણે, પંચમહાલના શિવરાજપુર નજીક આવેલા ઝીમીરા રિસોર્ટમાં કઈઇએે દરોડા પાડતા જુગાર રમતા ૧૫ લોકોને રંગેહાથ ઝડપી લીધા છે. આ લોકો પાસેથી લાખો રૂપિયાનો મુદ્દામાલ પણ પોલીસે હાથ ધર્યો છે.આ સાથે જ એવું પણ જાણવા મળ્યું છે કે, ઝડપાયેલા ૧૫ શખ્સો પૈકી એક ધારાસભ્ય છે. આ ધારાસભ્ય ભાજપની માતર બેઠકના કેસરીસિંહ છે. આ તમામ લોકો જુગારની સાથે દારૂપાર્ટી પણ કરી રહ્યા હોવાની શક્યતાઓ સેવાઈ રહી છે.
કસીનો ટાઈપ જુગાર રમાડવામાં આવતો
તો એવું પણ જાણવા મળ્યું છે કે, રિસોર્ટમાં કસીનો ટાઈપ કોઈનથી યુવતીઓ દ્વારા જુગાર રમાડવામાં આવી રહ્યો હતો. પોલીસે હાલ લાખોને મુદ્દામાસ જપ્ત કર્યો છે અને નબીરોઓની ધરપકડ કરી છે. હાલ ઘટના સ્થળે પાવાગઢ પોલીસ સહિત કઈઇની ટીમ પણ પણ પહોંચી છે અને કાર્યવાહી હાથ ધરી છે.