મુંબઇ,
મહારાષ્ટ્રના રાજયપાલ ભગતસિંહ કોશિયારીએ શિવાજી મહારાજ પર આપેલા નિવેદન બાદ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ પોતાનું મૌન તોડ્યું છે. કેન્દ્રીય મંત્રી ગડકરીએ કહ્યું કે, શિવાજી મહારાજ અમારા ભગવાન છે. આ પહેલા ભગતસિંહ કોશિયારીએ બે દિવસ પહેલા શિવાજીની તુલના નીતિન ગડકરી સાથે કરી હતી. રાજ્યપાલ કોશ્યારીએ કહ્યું હતું કે, શિવાજી મહારાજ એક જૂના આદર્શ બની ગયા છે.
હવે તમે બાબા સાહેબ આંબેડકર તેમજ નીતિન ગડકરી જેવા નેતાઓને આદર્શ બનાવી શકો છો. અહીંયા નોંધવું રહ્યું મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશિયારીની શિવાજી સંબંધિત ટિપ્પણી બાદ મહારાષ્ટ્રમાં રાજકીય ગતિવિધિ તેજ થઈ છે. મુખ્યમંત્રી એકનાથ શિંદેના નેતૃત્વવાળા ’બાલાસાહેબાંચી શિવસેના’ના ધારાસભ્ય સંજય ગાયકવાડે રાજ્યપાલ ભગતસિંહને રાજ્યની બહાર મોકલવાની માંગ કરી છે.
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ એક કાર્યક્રમને મરાઠીમાં સંબોધિત ક્તા કહ્યું કે, શિવાજી મહારાજ અમારા દેવતા છે. અમારી અંદર માતા અને પિતાથી વધારે શિવાજી મહારાજ પ્રત્યે નિષ્ઠા છે. શિવાજીનું જીવન અમારા માટે આદર્શ છે. એ યશસ્વી, કીતવાન, સામર્થ્યવાન જનતા રાજા છે. એ દૃઢ સંકલ્પના મહામેરુ, અભંગ શ્રીમંત યોગી હતી. એ ડીએડ, બીએડ કરનાર રાજા નહતા. તેમણે ઉપસ્થિત લોકોને કહ્યું કે આ તમારા પુત્રનો સમય છે. કઠોર શિક્ષા આપવાથી રાજા બને છે.
જયારે મહારાષ્ટ્રના એકનાથ શિંદે જૂથના ધારાસભ્ય ગાયકવાડે દાવો કર્યો કે કોશિયારીએ મરાઠા સામ્રાજ્યના સંસ્થાપકની વિરોધ ટિપ્પણી કરી છે. રાજ્યપાલે સમજવુ જોઈએ કે છત્રપતિ શિવાજી મહારાજના આદર્શ ક્યારે જૂના થાય નહીં અને તેમની તુલના વિશ્વના કોઈ અન્ય મહાન વ્યક્તિ સાથે કરી શકાય નહીં. મારી કેન્દ્રની ભાજપના નેતૃત્વવળી સરકારને વિનંતી છે કે જે વ્યક્તિને ઇતિહાસની ખબર નથી, કેવી રીતે આ કામ કરે છે, તેમને બીજી જગ્યાએ મોકલવા જોઈએ.