શિવસેના અને ભાજપ ‘કાયમી ભાગીદાર’ છે,તમામ ચૂંટણીઓ સાથે મળીને લડીશું : શિંદે

  • મુખ્યમંત્રી એકનાથ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસ અમિત શાહને મળ્યા હતા.

નવીદિલ્હી, મહારાષ્ટ્રના રાજકારણમાં એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય અનુસાર શિવસેના અને ભાજપ આગામી સ્થાનિક સંસ્થાઓની ચૂંટણી સાથે મળીને લડશે. આ ચૂંટણી ગઠબંધન ૨૦૨૪ની લોક્સભા ચૂંટણીમાં અને ત્યારબાદ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં પણ ચાલુ રહેશે. સોમવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુખ્યમંત્રી એકનાથ શિંદે અને નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. બંને નેતાઓ સોમવારે કેન્દ્રીય ગૃહમંત્રીને મળ્યા હતા અને આગામી ચૂંટણી અંગે ચર્ચા કરી હતી.

આ જાણકારી ખુદ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ સોશિયલ મીડિયા પર આપી હતી, જો કે બાદમાં તેમણે પોતાનું ટ્વીટ ડિલીટ કરી નાખ્યું હતું. આ પછી ન્યૂઝ એજન્સી છદ્ગૈંએ ટ્વીટ કરીને આ મીટિંગની તસવીરો જાહેર કરી છે. એવું પણ કહેવામાં આવ્યું છે કે મહારાષ્ટ્રમાં સરકાર ચલાવી રહેલા બંને પક્ષોએ સંયુક્ત રીતે નક્કી કર્યું છે કે, મહારાષ્ટ્રમાં આગામી ચૂંટણીઓ બન્ને પક્ષ સાથે મળીને લડશે. હાલમાં મહારાષ્ટ્રમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીની તૈયારીઓ ચાલી રહી છે. આવી સ્થિતિમાં બંને પક્ષોના આ નિર્ણયને મહારાષ્ટ્રના રાજકારણમાં ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

આ નિર્ણય એટલા માટે પણ મહત્વપૂર્ણ બની જાય છે, કારણ કે છેલ્લા ત્રણ દાયકાથી મ્સ્ઝ્ર પર ઉદ્ધવ ઠાકરે જૂથનો કબજો છે. આ વખતે, સરકારમાંથી હાંકી કાઢ્યા પછી, ઉદ્ધવ ઠાકરેને પણ મ્સ્ઝ્રમાંથી હાંકી કાઢવા પર એકનાથ શિંદેની શિવસેના અને ભાજપ જોર આપી રહ્યું છે. તમને જણાવી દઈએ કે, બાળાસાહેબ ઠાકરેની શિવસેનામાં મતભેદો બાદ મુખ્યમંત્રીએ સમાન વિચારધારા ધરાવતા ધારાસભ્યોથી અલગ થઈ ગયા હતા. તેણે આ કર્યું કે તરત જ ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની મહારાષ્ટ્રની મહાવિકાસ આઘાડી સરકાર પડી ગઈ.

આ પછી એકનાથ શિંદેએ ભાજપની મદદથી સરકાર બનાવી અને ગૃહમાં બહુમતી પણ સાબિત કરી. ચૂંટણી પંચે પણ એકનાથ શિંદે જૂથને વાસ્તવિક શિવસેના તરીકે માન્યતા આપી હતી. આ પછી ઉદ્ધવ ઠાકરે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં ગયા, પરંતુ તેનાથી તેમને કોઈ રાહત ના મળી કે ચુકાદો તેમના તરફી આવ્યો નહીં.

મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. આ બેઠકમાં બંને પક્ષો મહારાષ્ટ્રમાં યોજાનાર આગામી તમામ ચૂંટણીઓ સાથે મળીને લડશે તેવો નિર્ણય લેવાયો હતો.