મુંબઇ, મહારાષ્ટ્રના રાજકારણમાં મોટી ઉથલપાથલ મચી ગઈ છે. એનસીપી નેતા અજિત પવારે ડેપ્યુટી સીએમ તરીકે શપથ લીધા છે. તેઓ શિંદે સરકારમાં જોડાયા છે. આ સમયે જાણી લેવું જરૂરી છે કે અજિત પવાર કેટલી સંપત્તિના માલિક છે.
અજિત પવારે આ વર્ષે વિધાનસભા ચૂંટણી પહેલા બારામતી જે નામાંકન ભર્યું હતું તેમાં તેઓએ તેમની પાસે ૧૦૫ કરોડની સંપત્તિ હોવાની જાણકારી આપી હતી. આ એફિડેવિટ પવારની તરફથી ફાઈલ કરાઈ હતી. તેના આધારે પવારની પાસે ૩ કાર, ૨ ટ્રેક્ટર, ૪ ટ્રોલી છે. જે કાર્સ પવારની પાસે છે તેમાં હોન્ડા એકૉર્ડ, હોન્ડા સીઆરવી અને ટોયોટા કામ્બરે છે. આ સિવાય તેમની પાસે ૧૧ લાખ રૂપિયાની કેશ છે. આ સિવાય તેમની પત્નીના નામે એક ઈનોવા ક્રિસ્ટિયા, એક મોટરસાયકલ અને એક ટ્રેક્ટર છે.
પવારની પાસે સોના-ચાંદીના ઘરેણા પણ છે. તેની કિંમત ૧૩ લાખ ૯૦ હજાર રૂપિયા છે. તેમની પત્નીની પાસે ૬૧ લાખ અને ૫૬ હજારના ઘરેણા છે. પવાર દંપતિ પાસે સોનેગાવ, કોટેવાડી, ધેકલવાડીમાં કૃષિ યોગ્ય જમીન અને ઈંદાપુર, લોનીકાંડ, જાલોચી અને કાટેવાડીમાં બિન કૃષિ યોગ્ય જમીન છે. તેની કુલ કિંમત ૫૦ કરોડ રૂપિયાથી પણ વધારે છે. અજિત પવારના ૨ દીકરા જય અને પાર્થ પણ કરોડપતિ છે.
અજિત પવારની સાથે ૧૮ ધારાસભ્યો છે. એનસીપીના ૯ ધારાસભ્યોએ મંત્રી તરીકે શપથ લીધા જેમાં ધર્મરાવ આત્રામ, સુનીલ વલસાડ, અદિતિ તટકરે, હસન મુશ્રીફ, છગન ભુજબળ, ધનંજય મુંડે, અનિલ પાટીલ, દિલીપ વલસે પાટીલ અને અજિત પવારનો સમાવેશ થાય છે.