શિમલામાં જીપ ખીણમાં ખાબક્તા છ લોકોના મોત, છ લોકો ઘાયલ

શિમલા, હિમાચલ પ્રદેશના શિમલાના સુન્ની વિસ્તારમાં આવેલા કડારઘાટમાં એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. કડારઘાટમાં એક જીપ ખાઇમાં પડી હતી. આ અકસ્માતમાં છ લોકોના મોત થયા હતા. આ સાથે છ લોકોના મોત થયા હતા.આ અકસ્માતમાં ઘાયલો થયેલા લોકોને સારવાર માટે સુન્ની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. હજુ સુધી મૃતકની ઓળખ થઈ શકી નથી.એએસપી શિમલા સુનીલ નેગીએ જણાવ્યું કે, ઘટનાની વધુ તપાસ ચાલી રહી છે.

સુન્નીથી લગભગ ૨૫ કિમી દૂર સુન્ની-કિંગલ લિંક રોડ પર સવારે લગભગ ૭ કલાકે આ અકસ્માત થયો, જ્યારે મજૂરોને લઈ જતું એક વાહન કાદરઘાટથી મંડી તરફ જઈ રહ્યું હતું. ઊંડી ખાઈમાં વાહનને જોયા બાદ સ્થાનિક લોકોએ તાત્કાલિક પોલીસને અકસ્માતની જાણ કરી હતી.પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી ત્યારે સ્થાનિક લોકોની મદદથી બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી, અને ઘાયલોને ખીણમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.

મળતી માહિતી મુજબ, ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે અન્ય ત્રણ લોકો હોસ્પિટલ લઈ જતા રસ્તામાં મૃત્યુ પામ્યા હતા. પોલીસે અકસ્માતે મોત કેસ નોંધ્યો છે. કાયદા મુજબ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

મુખ્યમંત્રીએ મૃતકો પર શોક વ્યક્ત કર્યો – મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુએ છ લોકોના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો છે અને જિલ્લા સત્તાવાળાઓને મૃતકોના સંબંધીઓને તાત્કાલિક રાહત આપવા અને ઘાયલોને શ્રેષ્ઠ સારવાર આપવાનો નિર્દેશ આપ્યો છે.

ટ્રકે ૪ વાહનોને ટક્કર મારી – અન્ય એક ઘટનામાં, સોમવારની વહેલી સવારે શિમલાના વિકાસ નગરમાં એક નિયંત્રણ બહારના ટ્રકે ૪ વાહનોને ટક્કર મારી હતી. જેમાં કેટલાક વાહનોને સામાન્ય નુક્સાન થયું હતું. વાહનોને ટક્કર માર્યા બાદ ચાલક ટ્રક સહિત સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો.

પોલીસે કેસ નોંધીને તેની શોધખોળ શરૂ કરી છે. જેમના વાહનોને નુક્સાન થયું હતું, તે લોકોને સવારે ઘટનાની જાણ થઈ હતી. જે બાદ તેણે મામલો પોલીસના ધ્યાન પર લાવી દીધો હતો.