શિલ્પા શેટ્ટીએ માતા સાથે ભોલેનાથની પૂજા કરી આશીર્વાદ લીધા


વારાણસી,
શિલ્પા શેટ્ટી બોલિવૂડની એવી અભિનેત્રીઓમાંની એક છે, જે ઈન્ડસ્ટ્રીથી લઈને સોશિયલ મીડિયા સુધી ખૂબ જ એક્ટિવ છે. અભિનેત્રી પોતાની પ્રોફેશનલ લાઈફથી લઈને અંગત જીવન સુધીની દરેક વાત પોતાના ફેન્સ સાથે શેર કરતી રહે છે. તાજેતરમાં, અભિનેત્રી વારાણસી પહોંચી હતી, જ્યાં તેણે બાબા કાશી વિશ્ર્વનાથની મુલાકાત લીધી હતી અને તેની માતા સાથે તેમના આશીર્વાદ લીધા હતા. અભિનેત્રીએ તેના ઈન્સ્ટાગ્રામ પર તેનો વીડિયો પણ શેર કર્યો છે. તેનું ઇન્સ્ટાગ્રામ તેના સન્ડે બીન્સના વીડિયોથી ભરેલું છે.

શિલ્પા શેટ્ટીએ તેના ઓફિશિયલ સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો અને વીડિયો શેર કર્યા છે. જેને જોઈને તમે પણ અનુમાન લગાવી શકો છો કે અભિનેત્રી ખૂબ જ ધામક છે અને પૂજામાં માને છે. તે ભગવાનના દર્શન કરવા માટે અલગ-અલગ સ્થળોએ જતી હોય છે. કહેવાય છે કે અભિનેત્રી ભગવાન શિવની પરમ ભક્ત છે.

તમે તસવીરોમાં સ્પષ્ટ જોઈ શકો છો કે, તેણે ગંગા નદીના કિનારે કરવામાં આવેલી પ્રસિદ્ધ ગંગા આરતીમાં પણ ભાગ લીધો હતો. શિલ્પાએ તેનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે, જેને ફેન્સ પણ ખૂબ પસંદ કરી રહ્યા છે. અભિનેત્રીના ચાહકોને પણ તેનો આ અવતાર ઘણો પસંદ આવે છે. વીડિયોમાં શિલ્પા તેની માતા સાથે ગંગા આરતીનો આનંદ માણી રહી છે.

પારંપારિક પોશાક પહેરીને, તહેવાર હોય કે અન્ય કોઈ ફંકશન, શિલ્પા શેટ્ટી દરેક પ્રસંગને ખૂબ જ પરંપરાગત રીતે ઉજવવામાં માને છે. વાયરલ થઈ રહેલી તસવીરો અને વીડિયો પણ આ વાતને સાબિત કરી રહ્યા છે. શિલ્પાની ભક્તિએ તેના ચાહકોને ખૂબ પ્રભાવિત કર્યા છે, જેના કારણે લોકો તેની પોસ્ટ પર સકારાત્મક પ્રતિક્રિયા આપી રહ્યા છે. આધુનિક્તાને અપનાવીને તમે કેવી રીતે પરંપરાગત જીવન જીવી શકો છો તેનું શિલ્પા એક ઉત્તમ ઉદાહરણ છે.