શિક્ષિત સિટીના ’અર્ધશિક્ષિત’ ઉમેદવાર: અમદાવાદ-રાજકોટ-સુરતના ૧૩ ઉમેદવારો ૧૨મું ધોરણ જ પાસ, વડોદરાના ઉમેદવારો પોસ્ટ ગ્રેજ્યુએટ

ગાંધીનગર,

વિધાનસભા ચૂંટણી માટે ભાજપ દ્વારા ૧૬૦ જેટલા ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. જેમાંથી સુરત, અમદાવાદ અને રાજકોટના ઉમેદવારો પૈકી ૧૦ ઉમેદવાર માત્રવ ૧૦ સુધીનો અભ્યાસ કર્યો છે. આ ત્રણેય શિક્ષિત સિટીમાં સૌથી ઓછું ૭ ચોપડી ભણેલા ઉમેદવાર કાંતિ બલ્લરને સુરત નોર્થની ટિકિટ આપવામાં આવી છે. શિક્ષિત સિટીમાં ઓછું ભણેલા ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી છે. જોકે, સંસ્કારી નગરી વડોદરામાં તમામ ઉમેદવાર હાઈલી એજ્યુકેટેડ છે.

સુરતની ૧૬ પૈકી ૧૫ અને શહેરની ૧૨ પૈકી ૧૧ બેઠક પર ભાજપે ઉમેદવાર જાહેર કરી દીધા છે. ચોર્યાસી સિવાય તમામ બેઠક પર અટકળોનો અંત લાવી દેવામાં આવ્યો હતો. ૯ બેઠક પર ઉમેદવારો રિપીટ કરાયા છે, જ્યારે ઉધના અને કામરેજમાં ઉમેદવારો બદલવામાં આવ્યા છે. સુરત સિટીના ૮ ઉમેદવારોએ ધો. ૭થી ૧૨ સુધીનો અભ્યાસ કર્યો છે. જ્યારે ૩ ઉમેદવારે બીએ, બીકોમ, એમએ અને એલએલબી સુધીનો અભ્યાસ કર્યો છે. હોટ સીટ ગણાતી વરાછા, ક્તારગામ અને સુરત પૂર્વ બેઠક પર ઉમેદવારો રિપીટ કરાયા છે. વરાછા પાટીદાર અનામત આંદોલનને લીધે સૌથી ચર્ચાસ્પદ બેઠક રહી છે. અહીં આપે અલ્પેશ કથીરિયાને મેદાનમાં ઉતાર્યા છે જેથી સૌની નજર છે. ક્તારગામ બેઠક પણ ઈટાલીયાની એન્ટ્રીને લીધે હોટ બની છે. પૂર્વ બેઠક ભાજપ માટે મહત્વની છે અહીં કોંગ્રેસની શક્યતા છે. ભાજપને ૧૩૩૪૭ના માજનથી જ જીત મળી હતી. અહીં અરવિંદ રાણાને રિપીટ કરતા ત્રણેય સીટો પર કાંટાની ટક્કર થશે.

અમદાવાદ શહેરની ૧૬માંથી માત્ર ૨ બેઠક પર ભાજપે ઉમેદવારો રિપીટ કર્યા છે, જ્યારે ૨૦૧૭માં ચૂંટણી લડેલા ૧૩ ઉમેદવારની ટિકિટ કાપી નાખવામાં આવી છે. વટવા બેઠક પર ઉમેદવાર હજુ જાહેર થવાનો બાકી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને જગદીશ વિશ્વકર્માને જ રિપીટ કરાયા છે. અમદાવાદ સિટીના પાંચ ઉમેદવારોએ ધો. ૮થી ૧૨ સુધીનો અભ્યાસ કર્યો છે. જ્યારે અન્ય ઉમેદવારો અન્જિનિયર, ડોક્ટર, પીએચડી સુધીનો અભ્યાસ કર્યો છે.

અમદાવાદની ૧૬ બેઠકોમાંથી ભાજપે પેથોલોજિસ્ટ ડૉ.હસમુખ પટેલ, એનેસ્થેટિસ ડૉ. પાયલ કુકરાણી, પીએચડી ડૉ. હર્ષદ પટેલને ટિકિટ આપી છે. ઠક્કરબાપાનગર બેઠકથી કંચનબેન રાદડિયાએ ધોરણ ૧૦ સુધી અભ્યાસ કર્યો છે જ્યારે નારણપુરાના ઉમેદવાર જીતેન્દ્ર પટેલે ધોરણ ૧૨ સુધી અભ્યાસ કર્યો છે. અન્ય ઉમેદવારો સ્નાતક અને અનુસ્નાતક છે.

રાજકોટના ઇતિહાસમાં ભાજપે પ્રથમ વખત ચારેય બેઠક પર ગત ચૂંટણીના સંદર્ભમાં ચારેય નવા ચહેરાની પસંદગી કરી હતી. વિધાનસભા ૬૮માં ઉદય કાનગડ, ૬૯માં દશતાબેન શાહ, ૭૦માં રમેશ ટીલાળા અને ૭૧માં ભાનુબેન બાબરિયાના નામની જાહેરાત કરવામાં આવી હતી. રાજકોટના ૩ ઉમેદવાર ૮થી ૧૨ સુધીનો અભ્યાસ કર્યો છે. જ્યારે ડો. દશતા પેથોલેજી, ભાનુબેન બાબરીયા બીએ એલએલબી, કુંવરજી બાવળીયા બીએસ અને જયેશ રાદડિયા બીઈ સિવિલ કર્યું છે.

વડોદરાની ૧૦ બેઠકમાંથી ૮ના નામ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં ૨ પાટીદાર, ૨ બ્રાહ્મણ, ૧ જીઝ્ર, ૧ ક્ષત્રીય, ૧ મરાઠી ૧ ઓબીસીને ટિકિટ આપી તમામ વર્ગો સાચવ્યા છે. તમામ નામોને બાજુ પર મૂકી ખુદ નરેન્દ્ર મોદીએ પૂર્વ ઉર્જા મંત્રી મકરંદ દેસાઈના પુત્ર અને બે ટર્મ કાઉન્સિલર રહી ચૂકેલા ચૈતન્ય દેસાઈના નામની પસંદગી કરી છે. વડોદરાના તમામ ઉમેદવારો હાઈલી એજ્યુકેટેડ છે. જેમાં બીએથી લઈને સોટવેર એન્જિનિયરનો સમાવેશ થાય છે.