શિક્ષણ ઉપરાંત સેવાકીય ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન કરનાર પ્રો.(ર્ડા) અરૂણસિંહ સોલંકીનું સન્માન

ગોધરા,\સેવા ઓર્ગેનાઈઝેશન યુએસએના પ્રમુખ એન.આર.આઈ એવા ડો.યોગેશભાઈ જોશી તથા યુએસએ થી ખાસ પધારેલા એનઆરઆઈ કૌશિકભાઈ વ્યાસ, ગોધરા ખાતેના સંસ્થાના પ્રમુખ ડોક્ટર નાગરેચા, ઉપપ્રમુખ અને પત્રકાર એવા પ્રદીપભાઈ સોની, ડો. શ્યામ સુંદર શર્મા, અગ્રણી પત્રકારઓ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં શૈક્ષણિક ઉપરાંત સેવાકીય ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન કરનાર સાર્વજનિક કોમર્સ કોલેજ ગોધરાના પ્રો. (ડો) અરૂણસિંહ સોલંકીનું સેવા ઓર્ગેનાઈઝેશન યુએસએના એક્ટિવ સલાહકાર એનઆરઆઈ કૌશિક વ્યાસના હસ્તે વિશેષ સન્માન કરાયું છે. આવા સન્માન બદલ પ્રોફેસર સોલંકીએ સંસ્થાનો, ખાસ કરીને ઉપપ્રમુખ પ્રદીપભાઈ સોનીનો આભાર માન્યો છે.