શિક્ષણ, રોજગાર, અર્થવ્યવસ્થા, મોંઘવારી અને સ્વાસ્થ્યના મુદ્દા રામ મંદિર કરતા પણ મોટા છે, કોંગ્રેસ નેતા સામ પિત્રોડા

નવીદિલ્હી, દેશ અયોધ્યામાં રામ મંદિરના અભિષેકની તૈયારીમાં વ્યસ્ત છે ત્યારે કોંગ્રેસના નેતા સામ પિત્રોડાએ સવાલ ઉઠાવ્યો છે કે શું રામ મંદિર જ અસલી મુદ્દો છે? તેમણે કહ્યું કે શિક્ષણ, રોજગાર, અર્થવ્યવસ્થા, મોંઘવારી અને સ્વાસ્થ્યના મુદ્દા રામ મંદિર કરતા પણ મોટા છે.

કોંગ્રેસના વરિષ્ઠ નેતા સામ પિત્રોડાએ તેના પર સવાલ ઉઠાવ્યા છે. તેઓ કહે છે કે શું રામમંદિર વાસ્તવિક મુદ્દો છે? તેણે કહ્યું કે મને કોઈ ધર્મથી કોઈ વાંધો નથી. ક્યારેક-ક્યારેક મંદિરમાં જવાનું ઠીક છે, પરંતુ તમે તેને મુખ્ય મુદ્દો બનાવી શક્તા નથી.

ઈન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના પ્રમુખ સામ પિત્રોડાએ આવતા વર્ષે યોજાનારી લોક્સભાની ચૂંટણીને લઈને મોટી ટિપ્પણી કરી છે. તેમણે કહ્યું છે કે, ‘ભારતની જનતાએ નક્કી કરવું પડશે કે તેઓ હિંદુ રાષ્ટ્ર બનાવવા માગે છે કે તેઓ એક એવા રાષ્ટ્રનું નિર્માણ કરવા માગે છે જે ખરેખર બિનસાંપ્રદાયિક હોય.

સેમ પિત્રોડા ઈન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના અધ્યક્ષ છે. તેઓ ગાંધી પરિવારના ખૂબ નજીકના ગણાય છે. આ વાત તેણે એક ઈન્ટરવ્યુ દરમિયાન કહી હતી.કોંગ્રેસ નેતા સામ પિત્રોડાએ અમેરિકામાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન કહ્યું કે, ‘અમે બેરોજગારી, મોંઘવારી, શિક્ષણ અને આરોગ્યની સમસ્યાઓથી ઝઝૂમી રહ્યા છીએ. આના પર કોઈ વાત નથી પણ બધા રામ, હનુમાન અને મંદિરની વાત કરે છે.

રામ મંદિરને લઈને કોંગ્રેસના વરિષ્ઠ નેતા સામ પિત્રોડા દ્વારા આપવામાં આવેલા નિવેદનને લઈને વિવાદ છેડાઈ ગયો છે. સામ પિત્રોડાએ કહ્યું કે અત્યારે આપણે બેરોજગારી, મોંઘવારી, શિક્ષણ અને આરોગ્ય જેવી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છીએ. તેમની વાત કર્યા વિના, બધા રામ, હનુમાન અને મંદિરોની વાત કરતા રહે છે અને મેં પહેલેથી જ કહ્યું છે કે શું મંદિરો રોજગાર આપે છે? જે બાદ ભાજપે આ મામલાને મુદ્દો બનાવીને કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે.