શિક્ષણના ધામમાં લવજેહાદનો કિસ્સો ! વિધર્મી યુવકે ત્રણ યુવતીને ફસાવી હોવાની કરી કબૂલાત

સુરત,

કોલેજમાં લવજેહાદનો મુદ્દે હિંદુ સંગઠનોમાં રોષ જોવા મળી રહ્યો છે. સુરતમાં ભગવાન મહાવીર કોલેજમાં લવ જેહાદ મુદ્દે મારામારી બાદ વિધર્મી યુવકનો વીડિયો સામે આવ્યો . જેમાં વિધર્મી યુવકે અત્યાર સુધી કોલેજની ત્રણ યુવતીને ફસાવી હોવાની કબૂલાત કરી છે. ગઈકાલે આ જ મુદ્દે કોલેજમાં છુટ્ટા હાથની મારામારી થઈ હતી. કોલેજના કેમ્પસમાં વિદ્યાર્થીઓ અને વિહિપના કાર્યકરો વચ્ચે છૂટા હાથની મારામારી થઈ હતી. સમગ્ર ઘટનામાં તપાસ ચાલી રહી છે. મારામારીની ઘટનામાં કમિટીની રચના કરાઈ છે.

હિંદુ યુવતીઓને ફસાવનારનું નામ છે જીત શેખ છે. જે યુવતીઓને પ્રેમજાળમાં ફસાવી હોટલમાં લઈ જતો હતો. જ્યાં તે યુવતીઓના બિભત્સ ફોટા પણ પાડતો હતો. જીત શેખ નામનો યુવક સુરતના ભેસ્તાન વિસ્તારમાં રહે છે..આ રીતે તેણે ૩ યુવતીઓને ફસાવી છે. કોલેજ જેવા શિક્ષણના ધામમાં લવજેહાદનો કિસ્સો સામે આવ્યો છે. મારામારીને લઈ કોલેજના રજીસ્ટાર વિભાગે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. રજીસ્ટારએ કહ્યું સમગ્ર મુદ્દે કમિટીની રચના કરવામાં આવી છે. મારામારીમાં યુવકો કોણ હતા તેની તપાસ વીડિયોના આધારે થશે.