શિક્ષણ મંત્રી ડો. કુબેરભાઈ ડિંડોરએ જાતે રસ્તા પર ઝાડ કાપી ઉત્તમ ઉદાહરણ પૂરૂં પાડ્યું

  • મહીસાગર જીલ્લામાં ભારે વરસાદના કારણે રસ્તા પર પડેલ ઝાડને કાપી રસ્તો ખુલ્લો કરતા શિક્ષણ મંત્રી ડો. કુબેરભાઈ ડિંડોર.

મહીસાગર જીલ્લામાં પડી રહેલ સાર્વત્રિક વરસાદના કારણે ઠેર ઠેર રસ્તાઓમાં પાણી ફરી વળ્યા છે અને સાથે રસ્તાઓ પર ઝાડ પણ પડી રહ્યા છે. ત્યારે શિક્ષણ મંત્રી ડો. કુબેરભાઈ ડિંડોર જાતે હાથમાં કુવાડી લઈ ઝાડ કાપી રસ્તો ખુલ્લો કરી ઉત્તમ ઉદાહરણ પૂરૂં પાડ્યું.

જ્યાં એક તરફ જીલ્લા વહીવટી તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે શિક્ષણ મંત્રી ડો. કુબેરભાઈ ડિંડોર પણ ગામે ગામ જઈ નિરીક્ષણ કરી જરૂરી કાર્યવાહી કરી રહ્યા છે.