
ઉજૈજન,
ઉજ્જૈનમાં એક કાર્યક્રમ દરમિયાન શિક્ષણ મંત્રી ડો.મોહન યાદવે માતા સીતાને લઈને વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. જેમાં મંત્રીએ માતા સીતાની તુલના આજની છૂટાછેડા લીધેલી પત્નીના જીવન સાથે કરી હતી. હાલમાં મધ્યપ્રદેશ વિધાનસભાનું શિયાળુ સત્ર ચાલી રહ્યું છે. સત્રના ત્રીજા દિવસે બપોરે ૧ વાગ્યા સુધી અવિશ્ર્વાસ પ્રસ્તાવ પર ચર્ચા થઈ હતી.
આ દરમિયાન ગૃહમાં જય શ્રી રામના નારા ગુંજી ઉઠ્યા હતા. ભગવાન રામ અને સીતા પર મંત્રી મોહન યાદવના નિવેદનના વિરોધમાં કોંગ્રેસે વોકઆઉટ કર્યું. તે જ સમયે, કોંગ્રેસે માતા સીતા પરના નિવેદન માટે ઉચ્ચ શિક્ષણ પ્રધાન મોહન યાદવ પાસેથી માફી માંગવાની માંગ કરી છે. હંગામાને કારણે ગૃહની કાર્યવાહી સવાર સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી.
અવિશ્ર્વાસ પ્રસ્તાવને લઈને મોડી રાત સુધી ગૃહમાં હોબાળો ચાલુ રહ્યો હતો. વિપક્ષે ગૃહમાં અવિશ્ર્વાસની દરખાસ્ત રજૂ કરી અને શાસક પક્ષ પર ઘણા ગંભીર આક્ષેપો કર્યા. આ પ્રસંગે કોંગ્રેસ અને ભાજપના ધારાસભ્યો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. દરમિયાન, તાજેતરમાં સરકારના ઉચ્ચ શિક્ષણ પ્રધાન મોહન યાદવે માતા સીતા વિશે આપેલા વિવાદાસ્પદ નિવેદન પર ચર્ચા શરૂ થઈ હતી. તેના પર કોંગ્રેસે વિવાદિત નિવેદન પર મોહન યાદવ પાસેથી માફી માંગવાની માંગ કરી હતી. ત્યારબાદ કોંગ્રેસના ધારાસભ્યોએ ગૃહમાંથી વોકઆઉટ કર્યો હતો.
કોંગ્રેસના ધારાસભ્યો ગૃહની બહાર નીકળીને ગાંધી પ્રતિમાની સામે પહોંચ્યા હતા. અહીં તેમણે ભજન ગાતા સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. તમને જણાવી દઈએ કે આ પહેલા ભાજપના ધારાસભ્ય રામેશ્ર્વર શર્માના નિવેદન દરમિયાન હંગામો થયો હતો. તેમણે કહ્યું હતું કે અમે રામ, ધર્મ અને સંસ્કૃતિની રક્ષા માટે કામ કરી રહ્યા છીએ. રામને કાલ્પનિક ગણતી કોંગ્રેસે માફી માંગવી જોઈએ. આના પર કોંગ્રેસના ધારાસભ્ય વિજયલક્ષ્મી સાધુએ વળતો જવાબ આપતા કહ્યું કે ભાજપે ધર્મનો કોન્ટ્રાક્ટ લીધો નથી. આ હંગામા વચ્ચે ગૃહમાં જય શ્રી રામના નારા ગુંજી ઉઠ્યા.