શિક્ષક કભી સાધારણ નહીં હોતા – શિક્ષક પુત્રના મિત્રએ જ શિક્ષક દંંપતિ સાથે છેતરપિંડી કરતા ડાકોર પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ

ડાકોર, ખેડા જીલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાંં રહેતા શિક્ષક દંપતિ સાથે પોતાના પુત્રના મિત્રએ જ છેતરપિંડી કરી રૂા.36.92 લાખની રકમ ચાંઉ કરી લેતાં સમગ્ર મામલો ટોક ઓફ ધ ટાઉન બનેલ છે.

બનાવની મળતી માહિતી મુજબ હાલમાં ડાકોરમાં રહેતા અને કપડવંંજની સી.એન. વિદ્યાલય માંથી માનસિંહભાઈ ખાલપાભાઈ ચૌધરી નિવૃત શિક્ષક છે. તેમના પત્ની રમીલાબેન પણ ડાકોરની ઉત્તર બુનિયાદી વિદ્યાલયમાં શિક્ષક તરીકે નોકરી કરતા હતા. ડાકોર ભગવાન રાજાધિરાજ રણછોડરાયજીની પવિત્ર ભૂમિ હોઇ આ બંને શિક્ષક દંંપતિ પોતાનું નિવૃત્ત જીવન રણછોડરાયની ભૂમિમાં વિતાવી પ્રભુકૃપા મેળવવાના અરમાની સાથે ડાકોરની બળદેવપાર્ક સોસાયટમાંં રહેવા આવ્યા હતા.

અમારા પ્રતિનિધિ જીતુભાઇ સેવકને રૂબરૂ મુલાકાતમાં તેઓએ પોતાની આપવીતિ રજુ કરતા ભાવુક થઈ ગયેલા હતા. તેઓએ જણાવ્યું કે, અમારા પુત્ર ભાવિનભાઈને વર્ષ-2014માં કોલેજની પરીક્ષા દરમ્યાન બોરસદના ખાસીવાડી બાર વિસ્તારમાં રહેતા મનિષ કિરણભાઈ ક્રિશ્ર્ચયન સાથે મિત્રતા થઈ હતી. ધીમે ધીમે મિત્રતા ગાઢ બનતા મનીષના શિક્ષક પરિવાર સાથે પારિવારીક સંબંધો બન્યા હતા. શિક્ષક દંપતિ પોતાના પુત્ર ભાવિનની જે જ મનિષને પણ પોતાના પુત્ર સમાન માનતા હતા. પરંતુ કહેવાય છે કે, પારકા કદી પોતાના થતા નથી, તે રીતે મનિષે શિક્ષક દંપતિને છેતરતા પરિવાર પણ જાણે આભ તુટી પડયું છે. પોતાના પુત્રને વિદેશ મોકલી મનિષની સાથે કેનેડા મોકલવાના સ્વપ્ન જોતા પરિવારના સ્વપ્ન રોળાઇ ગયા છે.

નિવૃત્ત શિક્ષક માનસિંહભાઈ ચૌધરીની પત્ની ગત તા.31-10-2021ના રોજ નિવૃત્ત થયા હતા.તેઓએ વર્ષ 2017માં પોતાને ઉચ્ચત્તમ પગાર ધોરણ માટે ફાઈલ જીલ્લા કચેરી અને શાળા કમિશ્ર્નર કચેરી ગાંધીનગર મોકલી હતી પરંતુ ધણો સમય વિતવા છતાં કોઇ કામ ન થતા તેઓ ચિંતામાં હતાં. આ વાતની જાણ મનિષ કિશ્ર્ચયનને થતાં તેણે દંંપતિને ગાંધીનગરમાં મારી મોટી ઓળખાણ છે. તમારું કામ હું કરી આપીશ તેવો વિશ્ર્વાસ આપતા શિક્ષક દંપતિ જેને પોતાના પુત્ર સમાન માનતા હતા. તે મનિષને આ કામ આપ્યું હતું. આ કામ પેટે મનિષે શિક્ષક દંંપતિ પાસેથી તા.7-4-2018 થી તા.21-8-2021 સુધીના વર્ષોમાં રૂા.11.12 લાખ વાતોમાં ભોળવી પડાવી લીધા હતા. શિક્ષક રમીલાબેનને ગે્રજ્યુટી રૂા.14.25 લાખ અને મૂડીકૃત રૂપાતંરની રકમ રૂા. 16.31 લાખ મળી રૂા.30.56 લાખ તા. 18-1-2022ના રોજ તેમના બેંક એકાઉન્ટમાં જમા થયા હતા.

જેની જાણ મનિષને થઈ હતી. જેથી મનિષે આ ભેાળા દંપતિના ભોળપણનો લાભ લઈ મિત્રતાની આડમાં રાતોરાત લખપતિ થવાની તરકીબો રચી હતી. પોતાની વાકછટાથી મનિષે દંપતિને લુંટવાનો મનસુબો ઘડી કાઢી આ દંપતિને તરમને રૂા.14.25 લાખ ભૂલથી મળ્યા છે અને તે નાણાં સરકાર રિકવર કરી લેશે તો તમારે તકલીફ પડશે. જેથી આબરૂ ન જાયફ તે બીકે દંં5તિએ રૂા.14.25 લાખ પરત કરવા મનિષે સજાવ્યું હતું કે, તમે આ નાણાં પરત કરશો તો રૂા.22 લાખ રિવાઈઝ પેન્શન મળશે. મનિષે નાણાં પરત મેળવી લઈ ગાંધીનગર કચેરીના એક પત્ર આપ્યો હતો. જેમાં રમીલાબેનને ઉદ્દેશીને જણાવેલ કે, તમારા રૂા.14 લાખ પરત મળી ગયેલ છે. ભવિષ્યમાં તમારા કોઇ લેણા બાકી રહેતા નથી. તમારું રિવાઈઝ પેન્શન 22 લાખ આ કચેરી આપવા બંધાયેલ છે.

પોતાને રિવાઈઝ પેન્શન મળશે તેવી આશામાં વર્ષો વિતતા માનસિંહભાઈ ચૌધરી ટ્રેઝરી કચેરી નડિયાદ ખાતે રૂબરૂ રજુઆત કરવા ગયા હતા. જયાંં આ પત્ર બતાવતા અધિકારીઓએ આ પત્ર ખોટો હોવાનુંં કહેતા જ તેઓના હોશકોશ ઉડી ગયા હતા. તેમના પગ નીચેથી ધરતી ખસી ગઈ હોય તેવા શોકમગ્ન મને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું ધ્યાને આવતા માનસિંહભાઈ ડાકોર પોલીસ સ્ટેશને મનિષકુમાર કિરણભાઈ ક્રિશ્ર્ચયન સામે ગુનો નોંધાવ્યો છે. હાલમાં તો આ ગુનો ટોક ઓફ ધ ટાઉન બનેલ છે. આ અંગે વધુ માહિતી અમારા પ્રતિનિધિએ મેળવતા શિક્ષક દંંપતિ પાસેથી મનિષે 2020માંં કેનેડા જવા બેંક બેલેન્સ બતાવવાના બ્હાને રૂા.8 લાખ પણ પડાવ્યા હોવાનું જણાવ્યું હતું અને મનિષે ફકત રૂા. 5 લાખ જ પરત કર્યા હતા.

આ અંગે ડાકોર પોલીસે મનિષ સામે ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

  • પારકા એ પારકા ! પિત્તળને કયારેય સોનું સમજી દાગીના ધડાવી શકાય નહી.
  • નિવૃત્ત જીવન રણછોડજીની ભૂમિમાંં વિતાવવાના સ્વપ્ન ચકનાચૂર થતા શિક્ષક દંપતિ શોકમગ્ન.
  • મિત્રતા કરતા પહેલા સો વખત વિચારવુંં તેવો બોધપાઠ સામે આપતો કિસ્સો.