શિખર ધવને વનડે વિશ્ર્વકપમાં રમવાની ઇચ્છા છોડી નથી

નવીદિલ્હી,

ભારતીય ટીમના વિસ્ફોટક ઓપનર શિખર ધવન વનડે ટીમથી બહાર ચાલી રહી છે.તેની જગ્યાએ ટીમમાં યુવા ઓપનર બેટસમેન શુભમન ગિલ સારૂ પ્રદર્શન કરી રહ્યો છે.ધવન ખરાબ ફોર્મથી ઝઝુની રહ્યો છે અને તેના બેટથી રન કાઢવાનું મુશ્કેલ થઇ રહ્યું છે પરંતુ ધવનની પાસે અપાર અનુભવ છે પોતાની બેટીંગના દમ પર પહેલા પણ તે અનેક મેચ જીતાડી ચુકયા છે.તેમણે હજુ પણ વનડે વિશ્ર્વકપમાં રમવાની આશા છોડી નથી તેના માટે તેમણે મોટું નિવેદન આપ્યું છે.

શિખર ધવન વનડે ટીમની સુકાની કરનાર ત્રણ મહીનાથી પણ ઓછો સમયમાં ભારતીય ટીમથી બહાર થઇ ગયો પરંતુ આ ૩૭ વર્ષના ઓપનર બેટસમેને વર્ષના અંતમાં વિશ્ર્વકપ રમવાની આશા છોડી નથી ધવને પહેલા નવેમ્બરમાં ન્યુઝીલેન્ડ પ્રવાસ પર ટીમનું નેતૃત્વ કર્યું હતું જયારે રોહિત શર્મા અને લોકેશ રાહુલને આરામ આપવામાં આવ્યો હતો.

ધવને જણાવ્યું હતું કે ઉતાર ચઢાવ જીવનનો હિસ્સો છે સમયની સાથે અનુભવની સાથે તમે શિખો છો કે તેને સરળતાથી કેવી રીતે સંભાળવાનું છે મને તેનાથી ખુબ શક્તિ મળે છે.મેં પોતાના સર્વશ્રેષ્ઠ આપ્યું જો કોઇ મારા સર્વેશ્રેષ્ઠથી સારૂ કરી રહ્યો છે તો તેનાથી મને કોઇ ફરિયાદ નથી.

ધવને કહ્યું કે આથી તે વ્યક્તિ ટીમમાં છે અને હું ત્યાં નથી હું જયાં પણ છું ખુબ ખુશ અને સંતુષ્ઠ છું.હું સુનિશ્ર્ચિત કરૂ છું કે મારી પ્રક્રિયા મજબુત થાય નિશ્ર્ચિત રીતે મારી વાપસી ટીમમાં આવવાની તક હંમેશા રહે છે તેમણે કહ્યું કે જો મને ફરીથી ટીમમાં તક મળશે તો આ મારા માટે સારૂ રહેશે જો આમ થયું નહીં તો પણ સારૂ રહેશે મેં ખુબ હાંસલ કર્યું છે અને મારી ઉપલબ્ધીથી ખુશ છું જે મારા હિસ્સામાં હશે તે મને મળશે હું કોઇ વસ્તુને લઇ આતુર રહેતો નથી એ યાદ રહે કે ધવને પોતાની અંતિમ ટેસ્ટ મેચ ૨૦૧૮ અને ટી ૨૦ ઇટરનેશનલ ૨૦૨૧માં રમી હતી.