મહીસાગર, ભારત દેશના સ્વાતંત્ર્ય સંગ્રામમાં જે વીરોએ પોતાના પ્રાણના બલિદાન આપ્યા છે. તેવા શહીદ વીરોની સ્મૃતિમાં તથા મહાત્મા ગાંધીજીના નિર્વાણ દિનને દર વર્ષે 30મી જાન્યુઆરીએ શહીદ દિન તરીકે ઉજવણી કરવામાં આવે છે.
જે અંતર્ગત મહીસાગર જીલ્લામાં આજે સવારે 11.00 વાગે સ્વદેશ માટે પ્રાણની આહુતિ આપનાર શહીદ વીરો પ્રત્યેનું ઋણ અદા કરવા કલેક્ટર ભાવિન પંડયા અને જીલ્લા વિકાસ અધિકારી ચંદ્રકાંત પટેલ સહિત વહીવટી તંત્ર તથા પંચાયત વિભાગના અધિકારી/કર્મચારીઓ ઉપસ્થિત રહી બે મિનિટ મૌન પાળી શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી.