ભાવનગર,ભાવનગર જિલ્લાના સૌથી મોટા એવા શેત્રુંજી ડેમનું ઓવરલોનું પાણી દરિયામાં વહી જતું અટકાવવા માટે શેત્રુંજી નદીના પટ્ટમાં સરતાનપર નજીક બંધ બાંધવામા આવે તેવી માંગ ઉઠવા પામી છે. જો આ મીઠું પાણીનો બંધ બંધાશે તો આ વિસ્તરના ૨૦ થી વધુ ગામોમાં જે ક્ષારનું પ્રમાણ વધી રહ્યું છે. તે બંધ થશે અને ખેતીને ફાયદો થશે તેમ મનાઈ રહ્યું છે.
ભાવનગરના શેત્રુંજી ડેમનું ઓવરલો થતું પાણી દરિયામાં વહી જતું અટકાવવા માટે શેત્રુંજી નદીના પટમાં સરતાનપર નજીક ડેમ બાંધવાની માગ ઉઠી છે. આ ડેમ બનાવવામાં આવે તો આ વિસ્તારના ૨૦થી વધુ ગામોમાં વધતા ક્ષારનું પ્રમાણ અટકી શકે છે. અને ખેતીને પણ ફાયદો થઈ શકે છે. મહત્વનું છે કે, આ અંગે વિધાનસભામાં અનેક વખત રજૂઆત થઈ છે. પરંતુ કોઈ કામગીરી ન થતા શેત્રુંજી ડેમનું ઓવરલો થતું પાણી દરિયામાં પહી જાય છે. ત્યારે બંધ બનાવીને આ પાણીને રોકવામાં આવે તેવી માગ ઉઠી છે.
ભાવનગર જિલ્લામાં પાલીતાણા ખાતે સૌથી મોટો શેત્રુંજી ડેમ આવેલો છે. આ ડેમ સીઝનમાં ૪ થી ૫ વખત ઓવરલો થતો હોય છે. આ ડેમનું પાણી અન્ય એક ડેમ ભરાઇ તેટલું દરિયામાં વહી જતું હોઈ છે. ત્યારે આ પાણીને રોકવા માંગ થઇ રહી છે. આમ તો આ મામલે વિધાનસભામાં અનેક વખત રજૂઆત કરાઈ છે. લિંક ચેકડેમ બનાવવાની વાતો થાય છે પણ કોઈ નક્કર કામ થતા નથી. શેત્રુંજી ડેમનું ઓવરલોનું પાણી શેત્રુંજી નદીમાંથી થઇને સરતાનપરના દરિયામાં વહી જાય છે. આ પાણીને રોકવા માટે સરતાનપર નજીક જો બંધ કે ડેમ મબનાવવામાં આવે તો આ પાણી અટકી શકે તેમ છે. આ વિસ્તરણ પૂર્વ ધારાસભ્યએ માંગ કરી છે કે અનેક વખત રજુઆત કરવા છતાં કોઈ કામ થતું નથી.
ભાવનગર જિલ્લાનો આ શેત્રુંજી ડેમ ૫ તાલુકાને પીવાનું પાણી તેમજ અન્ય તાલુકાઓને સિંચાઈનું પાણી પૂરું પડે છે. શેત્રુંજી ડેમમાં ૩૫૦ એમ સી એફ સી થી વધુ પાણીનો જથ્થો સંગ્રહ થાય છે અને ઓવરલો દરમ્યાન આટલું પાણી દરિયામાં વહી જાય છે. આ પાણીને અટકાવવામાં આવે તો આસપાસના ગામોમાં જે હાલ ક્ષારનું પ્રમાણ વયું અને ખેતી નષ્ટ થઇ રહી છે. તે જીવિત થઇ શકે તેમ જો કે આ મામલે ક્ષાર વિભાગના અધિકારીનું કહેવું છે કે આ પાણીને રોકવા ૩ ચેકડેમ બનાવવાની પ્રોપઝલ સરકારમાં મોકલવામાં આવી છે. ભાવનગર જિલ્લમાં અનેક ગામો એવા છે કે જેને કેનાલ લાભ મળતો નથી. ત્યારે સરકાર શેત્રુંજી ડેમનું પાણી ચેકડેમ કે ડેમ દ્વારા રોકીને સંગ્રહ કરે તો આસપાસના લોકોને ફાયદો થઇ શકે તેમ છે.