લખનૌ,
ઉત્તરપ્રદેશમાં યોગી સરકારે પોતાના બીજા કાર્યકાળનું બીજુ બજેટ કર્યું.નાણાંમંત્રી સુરેશ ખન્નાએ ગૃહમાં બજેટ રજુ કર્યું હતું. આ દરમિયાન વિરોધ પક્ષમાં બેઠેલા સમાજવાદી પાર્ટીના મોટાભાગના ધારાસભ્ય શેરવાની પહેરીને આવ્યા હતાં તેમાં સપાના વડા અને રાજયના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ પણ સામેલ હતાં.આમ તો કોઇ ધારાસભ્ય કંઇ પણ પહેરે તેના પર ચર્ચા થતી નથી પરંતુ સપા ધારાસભ્યો શેરવાની પહેરી આવ્યા તો તેની પાછળ એક ખાસ કારણ હતું.
હકીકતમાં સપા ધારાસભ્ય વરિષ્ઠ નેતા મોહમ્મદ આઝમ ખાનના સમર્થનમાં ગૃહની અંદર શેરવાની પહેરીને આવ્યા હતાં આ દરમિયાન સપા અધ્યક્ષ અને વિરોધ પક્ષના નેતા અખિલેશ યાદવ પણ લાલ ટોપીની સાથે કાળી શેરવાની પહેરીને આવ્યા હતાં ધારાસભ્યોનું કહેવુ હતું કે આ તેમના નેતા આઝમ ખાનને સમર્થન આપવા માટે આ પદ્ધતિ અપનાવી છે.જેમણે ફકત રાજય વિધાનસભાની સભ્ય પદ ગુમાવ્યું છે એટલું જ નહીં મતદાનનો અધિકાર પણ ગુમાવી દીધો છે આઝમ ખાનના પુત્ર અબ્દુલ્લા આઝમે પણ પોતાનું સભ્ય પદ અને મતદાનનો અધિકાર ગુમાવી દીધો છે.
સપા પ્રમુખ અખિલેશ યાદવે યોગી સરકારના સાતમા બજેટને દિશાહીન બજેટ બતાવ્યું તેમણે કહ્યું કે યોગી સરકારનું આ સાતમુ દિશાહીન બજેટ છે.આ બજેટમાં કોઇ સમસ્યાનું સમાધાન નથી અને કિસાનોને નિરાશ કર્યું. આ બજેટ યુવાનો અને મહિલાઓને નિરાશ કરનારૂ છે અખિલેશ યાદવે કહ્યું કે ભાજપ સરકાર એક ટ્રિલિયન અર્થવ્યવસ્થાની વાત કરે છે આ સરકારના નાણાં મંત્રી અને મુખ્યમંત્રી બતાવે કે કંઇ ગતિથી યુપી અર્થવ્યવસ્થા હોવી જોઇએ જે ગતિ અર્થવ્યવસ્થાની હોવી જોઇએ જે દેખાતી નથી.