મુંબઇ,
આજે શેરબજારમાં મામૂલી ઘટાડો જોવા મળ્યો હતો. સેન્સેક્સ ૧૭ પોઈન્ટના ઘટાડા સાથે ૬૦૯૧૦ પર બંધ રહ્યો હતો. નિફ્ટી ૯ પોઈન્ટના ઘટાડા સાથે ૧૮૧૨૨ પર બંધ રહ્યો હતો. ક્રૂડમાં વધારાને કારણે ઓઈલ એન્ડ ગેસ ઈન્ડેક્સમાં વધારો જોવા મળ્યો હતો. આ સિવાય કન્ઝ્યુમર ડ્યુરેબલ, મીડિયા અને ઓટો ઈન્ડેક્સમાં ખરીદી થઈ હતી. સેન્સેક્સના ટોપ-૩૦માં ૧૪ શેરો ઉછાળા સાથે અને ૧૬ શેરો નુક્સાન સાથે બંધ થયા છે.
ટાઇટનમાં ૨.૭૫ ટકાનો મજબૂત વધારો જોવા મળ્યો હતો. આ સિવાય મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, પાવરગ્રીડ, મારુતિ સુઝુકી, ઈન્ડસઈન્ડ બેંક, ટેક મહિન્દ્રા અને એશિયન પેઈન્ટ્સમાં તેજી જોવા મળી હતી. ભારતી એરટેલ, એક્સિસ બેક્ધ, બજાજ ફાઈનાન્સિયલ સર્વિસીસ અને ટાટા સ્ટીલ આજે ઘટ્યા હતા. ગઈ કાલે ટાટા સ્ટીલના શેરમાં ૬ ટકાથી વધુનો ઉછાળો આવ્યો હતો. ડોલર સામે રૂપિયો પણ ૮૨.૮૫ પર લેટ રહ્યો હતો.
આજે સવારે બજાર ખુલ્યું ત્યારે વૈશ્ર્વિક બજારમાં સુસ્તીની અસર જોવા મળી હતી. સેન્સેક્સ ૧૧૫ પૉઇન્ટના ઘટાડા સાથે ૬૦૮૧૧ના સ્તરે અને નિફ્ટી ૪૭ પૉઇન્ટના ઘટાડા સાથે ૧૮૦૮૪ના સ્તરે ખૂલ્યો હતો. બેન્ક નિફ્ટી એ ૧૨૬ પોઈન્ટનો ઘટાડો નોંધાવ્યો હતો અને ૪૨૭૩૩ના સ્તરે ખુલ્યો હતો.
બીજી તરફ સેન્સેક્સના કુલ ૧૬ શેરો આજે ઘટીને બંધ રહ્યા હતા. આમાં પણ ભારતી એરટેલમાં સૌથી મોટો ૧.૪૪%નો ઘટાડો જોવા મળ્યો હતો. આ સિવાય એક્સિસ બેન્ક , બજાજ ફિનસર્વ, ટાટા સ્ટીલ અને અલ્ટ્રાટેક સિમેન્ટ પણ આજે ૦.૮૭ ટકાથી ૧.૧૦ ટકા સુધીના ઘટાડા સાથે બંધ થયા હતા.
બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં આજે ૩,૬૨૯ શેરનું ટર્નઓવર જોવા મળ્યું હતું. તેમાંથી ૨,૦૮૦ શેર આજે ઉછાળા સાથે બંધ થયા હતા. તે જ સમયે, ૧,૩૯૮ શેર્સમાં ઘટાડો જોવા મળ્યો હતો.