મુંબઇ,આઈપીએલ ઈતિહાસમાં કેપ્ટન તરીકે સૌથી વધુ રન બનાવનારા પ્લેયર્સ વિશે તો તમે જાણતા હશો, પરંતુ શું ક્યારેય વિચાર્યું છે કે કેપ્ટન તરીકે સૌથી વધુ વિકેટ ક્યા ખેલાડીએ લીધી છે. આઈપીએલની પ્રથમ સીઝન ૨૦૦૮માં રમાઈ હતી. ત્યારે રાજસ્થાન રોયલ્સની કમાન શેન વોર્ન સંભાળી રહ્યો હતો. તે વર્ષે રાજસ્થાને આઈપીએલની ટ્રોફી પણ જીતી હતી. શેન વોર્નની આગેવાનીવાળી ટીમ ત્યારબાદ ક્યારેય ટ્રોફી જીતી શકી નહીં, પરંતુ ટીમની કમાન વોર્નના હાથમાં હતી. હકીક્તમાં શેન વોર્ને આઈપીએલમાં કેપ્ટન તરીકે સૌથી વધુ વિકેટ લીધી છે. શેન વોર્નના નામે ૫૭ છે. શેન વોર્નનો આ રેકોર્ડ તોડવો કેટલો મુશ્કેલ છે, તેનો અંદાજ તમે આ વાતથી લગાવી શકો કે આ લિસ્ટમાં બીજા નંબર પર અનિલ કુંબલે છે, જે આરસીબીનો કેપ્ટન રહેતા ૩૦ વિકેટ ઝડપી ચુક્યો છે. લિસ્ટમાં ટોપ ટેન પ્લેયર્સની વાત કરવામાં આવે તો એક્ટિવ પ્લેયર્સમાં હાર્દિક પંડ્યા એવો કેપ્ટન છે જે બોલિંગ કરે છે અને આઈપીએલ ટીમનો કેપ્ટન પણ છે.
શેન વોર્ન આઈપીએલમાં સૌથી વધુ વિકેટો લેનાર બોલર છે, કારણ કે અમે તમને જણાવ્યું હતું કે તેની પાસે ૫૭ વિકેટ છે. ત્યારબાદ અનિલ કુંબલે ૩૦ વિકેટ લીધી હતી. રવિચંદ્રન અશ્ર્વિને કેપ્ટન તરીકે ૨૫ વિકેટ લીધી છે. ઝહીર ખાને ૨૦ વિકેટ લીધી છે. યુવરાજ સિંહે કેપ્ટન તરીકે પોતાની ટીમ માટે ૧૮ વિકેટ લીધી છે. ડેનિયલ વિક્ટરીએ ૧૭, શેન વોટસને ૧૩ વિકેટ લીધી છે જ્યારે કેપ્ટન તરીકે હરભજન સિંહે ૧૧ વિકેટ લીધી છે. આ પછી નવ વિકેટ ઝડપનાર હાર્દિક પંડ્યાનો નંબર આવે છે જ્યારે કેપ્ટન તરીકે સૌરવ ગાંગુલીએ આઠ વિકેટ લીધી હતી. જેપી ડ્યુમિનીએ કેપ્ટન તરીકે આઠ વિકેટ લીધી છે.