શેખ હસીનાના રોકાણ સલાહકાર સલમાન એફ રહેમાનની ધરપકડ

ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીનાના રોકાણ સલાહકાર સલમાન એફ રહેમાન અને બાંગ્લાદેશના ભૂતપૂર્વ કાયદા પ્રધાન અનીસુલ હકની ઢાકાના સદરઘાટથી ભાગતી વખતે ધરપકડ કરવામાં આવી હતી.

આ મામલે ચોંકાવનારી વાત એ છે કે તેમને ગુનેગારોની જેમ દોરડાથી બાંધવામાં આવ્યા હતા. અને એક કલાકમાં જ તેના પર ડબલ મર્ડરનો આરોપ મુકાયો.

બાંગ્લાદેશમાં હિન્દુઓની સર્વોચ્ચ સંસ્થાએ મંગળવારે જણાવ્યું હતું કે ૫ ઓગસ્ટે શેખ હસીનાની આગેવાની હેઠળની સરકારના પતન પછી લઘુમતી હિન્દુ સમુદાયને ૪૮ જિલ્લામાં ૨૭૮ સ્થળોએ હુમલા અને ધમકીઓનો સામનો કરવો પડ્યો હતો. બાંગ્લાદેશ નેશનલ હિંદુ ગ્રાન્ડ એલાયન્સના સભ્યોએ પણ તાજેતરના દિવસોમાં હુમલામાં થયેલા વધારા તરફ ધ્યાન દોર્યું અને કહ્યું, ’આ દેશમાં અમારો પણ અધિકાર છે, અમારો જન્મ અહીં થયો છે.’ લઘુમતી હિન્દુ વસ્તીની મિલક્તો નાશ પામી હતી. નોબેલ પુરસ્કાર વિજેતા મુહમ્મદ યુનુસે ૮ ઓગસ્ટના રોજ વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર તરીકે ચાર્જ સંભાળ્યો છે

નોબેલ પુરસ્કાર વિજેતા મુહમ્મદ યુનુસે ૮ ઓગસ્ટના રોજ વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર તરીકે ચાર્જ સંભાળ્યો હતો. મુહમ્મદ યુનુસે પ્રખ્યાત ઢાકેશ્ર્વરી મંદિર ખાતે હિન્દુ સમુદાયના સભ્યો સાથે મુલાકાત કરી હતી અને લોકોને ’ધીરજ રાખવા’ વિનંતી કરી. એલાયન્સના પ્રવક્તા અને કાર્યકારી સચિવ પલાશ કાંતિ ડેએ કહ્યું, ’બદલાતા રાજકીય પરિદ્રશ્યને કારણે હિંદુ સમુદાય પર તોડફોડ, લૂંટફાટ, આગચંપી, જમીન હડપ કરવાની અને દેશ છોડવાની ધમકીની ઘટનાઓ વારંવાર બની રહી છે.’ ડેએ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન આરોપ લગાવ્યો કે, ’આ માત્ર વ્યક્તિઓ પર હુમલો નથી, પરંતુ હિંદુ ધર્મ પર હુમલો છે.’

ડેએ એ પણ ભારપૂર્વક જણાવ્યું હતું કે ગઠબંધન છેલ્લા ૨૪ વર્ષોમાં વિવિધ રાજકીય પક્ષો સમક્ષ તેની માંગણીઓ રજૂ કરે છે, પરંતુ તે પૂર્ણ કરવામાં આવી નથી. તેમણે કહ્યું, ’હવે અમને આશા છે કે વચગાળાની સરકાર અમારી જૂની માગણીઓ પર યાન આપશે.