શહેરા તાલુકાના જુના મહેલાણ ગામે આઠ ઈસમોએ એક વ્યકિતને મારમારતાં ફરિયાદ

શહેરા,

શહેરા તાલુકાના જુના મહેલાણ ગામે આરોપીઓએ સં5 ફરિયાદીને આપડો વિરોધી માણસ જવા દેવાનો નથી. તેમ કહીને બાઈક ઉપરથી પાડી દઈ મારમારતાં શહેરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.

પ્રાપ્ત વિગતો મુજબ શહેરા તાલુકાના જુના મહેલાણ ગામે આરોપીઓ વિનોદ પર્વતભાઈ માલીવાડ, ભારતભાઈ ભુરાભાઈ માલીવાડ, પર્વતભાઈ પગી, જયદિપભાઈ બામણીયા, સાલમભાઈ ડાભી, શનાભાઈ ડાભી, રણજીતભાઈ ડાભીએ ફરિયાદી પ્રભાતભાઈ નવાબારી બારીયા બાઈક લઈને પસાર થતા હોય ત્યારે આરોપીઓએ આપડો વિરોધી જાય છે. તેને જવા દેવાનો નથી તેમ કહી બાઈક ઉપર થી નીચે પાડી દઈને આરોપીઓએ ગડદાપાટુનો મારમારી ગુન્હો કરતાં આ બાબતે શહેરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.