શહેરાના ભેલાણ ગામે ગાળા ગાળી કરી જાતિઅપમાનિત કરતાં બે ઈસમો સામે એકટ્રોસીટીની ફરિયાદ

શહેરા,
શહેરાના ભૂરખલ ગામે ભેલાણ બાબતે ગાળા ગાળી તેમજ જાતિવિષયક અપમાનિત કરતા બે વ્યક્તિઓ સામે એક્ટ્રોસિટી એકટ મુજબ ફરિયાદ પોલીસ મથક ખાતે નોંધાઈ હતી. પોલીસે જરૂરી તપાસ સાથે આગળની કાર્યવાહી હાથધરી છે.
પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ 14 તારીખના બપોરના રોજ ફરિયાદી મહેન્દ્રભાઈ મેતરભાઈ રાઠવા પોતાના ઘરે જમવા બેઠા હતા. આ સમયે તેઓના ખેતરમાં ભૂરખલ ગામના ખેગાભાઈ મખાભાઈ ભરવાડ અને લાલાભાઈ કરશનભાઈ ભરવાડ ઢોર ચરાવતા હતા. ત્યારે ખેતરમાં ડાંગરની ઘાસડી પડેલી છે, તો તમારા ઢોર નિશાળ બાજુ જે નાળિયું છે. ત્યાંથી લાવવાનું જણાવતા ખેતરમાં કરેલી વાળ તોડી નાખી ઢોર સીધા જવા દીધા હતા. આથી તેની ફરિયાદી મહેન્દ્રભાઈએ ટકોર કરતા અને તેમ છતાં ઢોર ચરાવવા ના ન પાડી હોવા છતાં બંને જણા ઉશ્કેરાઈ ગયા હતા અને તેમને જાતિવિષયક અપમાનિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત તેઓને બીભત્સ ગાળો બોલવા લાગ્યા હતા અને તમારા ટાંટિયા તોડી નાખવાના છે, આવું બોલતા હતા. તદુપરાંત ફરિયાદીની પત્નીને પણ ગંદા ઈશારા કરી કહેવા લાગ્યા હતા અને ત્યારબાદ બીજા ખેતરમાં પણ તેઓએ પોતાના ઢોર છુટા મૂકી દીધા હતા. આમ, ખેતરમાં ભેલાણ કર્યા પછી માં- બેન સમાણી ગાળો બોલવી અને જાતિવિષયક અપમાનિત કરાતા ચોરી ઉપર સે સીનાજોરી કરવા લાગ્યા હતા. આથી તેઓએ શહેરા પોલીસ મથકે આવી ફરિયાદીએ ખેગાભાઈ મખાભાઈ ભરવાડ અને લાલાભાઈ કરશનભાઈ ભરવાડ વિરૂદ્ધ એક્ટ્રોસિટી એકટ અન્વયે ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.