શહેરા કોંગ્રેસ માંથી ખાતુભાઈ પગીએ ઉમેદવારી પત્ર ભર્યું

  • ખાતુભાઈ પગી એ મેન્ડેટ વગર પોતાની ઉમેદવારી ફોર્મ ભર્યું.
  • ખાતુભાઈ પગી એ પાર્ટીમાંથી ફોન આવ્યો હતો એટલે મેં ઉમેદવારી ફોર્મ ભર્યું હોવાનું જણાવ્યું.

શહેરા,

શહેરા ભાજપમાંથી ટિકિટ નહીં મળતા થોડા દિવસ પહેલા કોંગ્રેસમાં જોડાયેલા ખાતુભાઈ પગી એ વિજય મુહૂર્તમાં કોંગ્રેસ માંથી ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. ખાતુભાઈ પગીએ મેન્ડેટ વગર પોતાની ઉમેદવારી ફોર્મ ભરીને જીત નિશ્ચિત હોવાનું જણાવ્યું હતું.

શહેરા બેઠક પર વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થયા બાદ ભાજપ પક્ષ દ્વારા ખાતુભાઈ પગીને ટિકિટ નહીં આપતા તેઓ ભાજપ માંથી નારાજ થઈને થોડા દિવસ પહેલા તેમના સમર્થકો સાથે કોંગ્રેસમાં જોડાયા હતા. કોંગ્રેસમાં જોડાયેલા ખાતુભાઈ પગી ગામમાં આવેલા દશા માતાજીના આશીર્વાદ લઈને સમર્થકો સાથે વાજતે ગાજતે ઉમેદવારી પત્ર ભરવા માટે નીકળ્યા હતા. તાલુકા સેવા સદન ખાતે ખાતુભાઇ પગી પોતાના સમર્થકો સાથે શુભ મુહૂર્તમાં પહોંચી ગયા હતા. ખાતુભાઈ પગીએ ચૂંટણી અધિકારી એન.કે.પ્રજાપતિ અને મદદનીશ ચૂંટણી અધિકારી એન.બી.મોદી સમક્ષ વિજય મુહૂર્તમાં ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. જ્યારે ખાતુભાઈ પગીએ મને પાર્ટી માંથી ફોન આવ્યો એટલે મેં ઉમેદવારી ફોર્મ ભર્યું છે. આ વખતે મારી જીત થવાની છે અને અહીં કોંગ્રેસ જીતવાની છે. આ વખતે સારી એવી લીડ થી હું જીતીશ તેમ જણાવ્યું હતું. જોકે, 124 વિધાનસભા બેઠક પર પ્રથમ વખત કોંગ્રેસ પાર્ટી માંથી ખાતુભાઈ લડી રહ્યા હોય ત્યારે આ વખતની ચૂંટણી તીવ્ર રસાકસી ભરી બની રહે એવી શક્યતાઓ જોવા મળી રહી છે. ટિકિટ નહીં મળતા ખાતુભાઇ પગી ભાજપ પક્ષ છોડીને થોડા દિવસો પહેલા કોંગ્રેસ પક્ષમાં જોડાયા હતા. ખાતુભાઈ પગી ક્ષત્રિય સમાજના અગ્રણી કહેવાતા હોય ત્યારે આ બેઠક પર કોની જીત થશે, તે તો 8 ડિસેમ્બરના રોજ મત ગણતરીના દિવસે ખબર પડી જશે તેમ છે.