શહેરાના ગોકળપુરા ગામે સમાચાર: પૂર્વસરપંચને લાકડીના ફટકા મારતા મૃત્યુ

ગોકળપુરા ગામે સમાચાર

શહેરાના ગોકળપુરા ગામે સમાચાર: ખેતરમાં ઢોર ચરાવવા જેવી નજીવી બાબતે કેટલાક ઈસમો દ્વારા ખેતરમાલિક ગામના પૂર્વસરપંચને લાકડીના ફટકા મારતા ગંભીર ઇજાઓ થઈ હતી, જેને કારણે પૂર્વસરપંચનું મૃત્યુ નીપજ્યું હતું. સમગ્ર બનાવને લઈ મૃતકનાં પરિવારજનો દ્વારા શહેરા પોલીસમથકે ફરિયાદ નોંધાવવા જતા પોલીસે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી હતી.શહેરા તાલુકાના ગોકળપુરા ગામે ગુરુવારે બપોરના સમયે ગામના પૂર્વ સરપંચ દિનેશભાઈ ડાહ્યાભાઈ બારીઆના ખેતરમાં કેટલાક ઈસમો પોતાના ઢોર ચરાવી રહ્યા હતા. ત્યારે પૂર્વ સરપંચના માતા અને સાસુએ તે ઈસમોને ખેતરમાં ઢોર ન ચરાવવા જણાવ્યું હતું. જેથી નજીવી બાબતે ઢોર ચરાવનાર ઈસમોએ મહિલાઓ સાથે મારામારી અને બોલાચાલી કરી હતી.

ગોકળપુરા ગામે સમાચાર

શહેરાના ગોકળપુરા ગામે સમાચાર

જે બાબતની જાણ ખેતરમાલિક અને શહેરાના ગોકળપુરા ગામે સમાચાર ગામના પૂર્વસરપંચ દિનેશભાઈ ડાહ્યાભાઈ બારીઆને થતાં તેઓ ખેતરમાં દોડી આવ્યા હતા અને ઢોર ચરાવનાર ઈસમોએ પૂર્વ સરપંચ સાથે બોલાચાલી કરી હતી. બોલાચાલી ઉગ્ર બનતા તેઓએ પૂર્વ સરપંચના માથાના, કપાળના અને મોઢાના ભાગે લાકડીના ફટકા મારતા તેઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. જે બાદ તેઓને સારવાર માટે ગોધરા ખસેડવામાં આવ્યા હતા. ત્યાર બાદ વધુ સારવાર અર્થે વડોદરા ખસેડતા રસ્તામાં જ તેઓનું મોત નીપજ્યું હતું. આ ઘટનામાં ત્રણ જેટલા લોકો પણ ઇજાગ્રસ્ત થયા હતા.

શહેરાના ગોકળપુરા ગામે સમાચાર

શહેરાના ગોકળપુરા સમાચાર

શહેરાના ગોકળપુરા સમાચાર: ઈજાગ્રસ્તોને સારવાર માટે ગોધરાની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મૃતક પૂર્વ સરપંચના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ગોધરા સિવિલ હોસ્પિટલનાં પી.એમ.રૂમ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેઓના સ્વજનોનાં હૈયાફાટ રુદનને કારણે વાતાવરણ ગમગીન બનવા પામ્યું હતું. સમગ્ર બનાવને લઈ મૃતકના પરિવારજનો દ્વારા શહેરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા જતા પોલીસે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી હતી. શહેરાના ગોકળપુરા ગામે સમાચાર ખેતરમાં ઢોર ચારવા બાબતની નજીક બાબતને લઈને ખેતરના માલિક અને ગામના પૂર્વ સરપંચને લાકડીના ફટકા મારીને મોતને ઘાટ ઉતાર્યો હતો.

જે બનાવને લઈને ગોધરા પોલીસ અધિક્ષક ડીવાયએસપી કાકણપુર પોલીસ, શહેરા પોલીસ. ગોધરા એલસીબી, એસઓજી તેમજ ગોધરા ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળ ઉપર પહોંચી છે. કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે તકેદારીના ભાગરૂપે ત્યાં હાજર છે.

શહેરાના ગોકળપુરા સમાચાર
You May Also Be Interested in Other Topics –
1.સૂર્ય ઘર યોજના
2.મતદાનની ટકાવારી
3.પ્રેમ સંબંધમાં સેક્સ