શહેરાના ગોકળપુરા ગામે ગ્રામજનો દ્વારા પોલીસ પર કર્યો પથ્થરમારો

શહેરા ગ્રામજનો દ્વારા પોલીસ પર કર્યો પથ્થરમારો ઢોર ચરાવવા બાબતે હુમલામાં થયેલી હત્યાનો મામલો બીચક્યો છે ત્યારે માજી સરપંચ દિનેશ બારીઆનો મૃતદેહ પહોંચ્યો ગોકળપુરા ગામે હત્યા કરનારાઓ સામે પરિવારજનો અને ગામલોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે હાલ ગોકળપુરા ગામમાં પંચમહાલ પોલીસનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો ત્યારે આરોપીના ઘર આંગણે અંતિમ વિધિ કરવા બાબતે ગામલોકો અને પોલીસ વચ્ચે ભારે ઘર્ષણ જોવા મળી રહ્યું છે.

ગ્રામજનો દ્વારા પોલીસ પર કર્યો પથ્થરમારો કર્યો છે જેમાં પથ્થર મારામાં બે પોલીસ કર્મીઓને ઈજાઓ પોહચતા પોલીસે પણ ટીયરગેસ ના સેલ છોડી પરિસ્થિતિને કાબુમાં લેવાના પ્રયત્નો હાથધર્યા છે હાલ પોલીસ દ્વારા સ્થિતિને કાબૂમાં લેવા માટે ડીવાયએસપી, એલસીબી અને એસઓજીના અધિકારીઓ સહિત પંચમહાલ જિલ્લા પોલીસનો કાફલો સ્થળ પર તૈનાત કરી દેવા માં આવ્યો છે.

  • ગોકળપુરા ગામે હત્યા કરનારાઓ સામે પરિવારજનો અને ગામલોકોમાં ભારે રોષ
  • ગામલોકોએ ઘર્ષણમાં પોલીસ પર પથ્થરમારો કર્યો
  • પથ્થરમારામાં બે પોલીસ કર્મીઓને ઈજાઓ
ગ્રામજનો દ્વારા પોલીસ પર કર્યો પથ્થરમારો

ગ્રામજનો દ્વારા પોલીસ પર કર્યો પથ્થરમારો

શહેરાના ગોકળપુરા ગામે ખેતરમાં ઢોર ચરાવવા જેવી નજીવી બાબતે કેટલાક ઈસમો દ્વારા ખેતરમાલિક ગામના પૂર્વસરપંચને લાકડીના ફટકા મારતા ગંભીર ઇજાઓ થઈ હતી, જેને કારણે પૂર્વસરપંચનું મૃત્યુ નીપજ્યું હતું. સમગ્ર બનાવને લઈ મૃતકનાં પરિવારજનો દ્વારા શહેરા પોલીસમથકે ફરિયાદ નોંધાવવા જતા પોલીસે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી હતી.

શહેરા તાલુકાના ગોકળપુરા ગામે ગુરુવારે બપોરના સમયે ગામના પૂર્વ સરપંચ દિનેશભાઈ ડાહ્યાભાઈ બારીઆના ખેતરમાં કેટલાક ઈસમો પોતાના ઢોર ચરાવી રહ્યા હતા. ત્યારે પૂર્વ સરપંચના માતા અને સાસુએ તે ઈસમોને ખેતરમાં ઢોર ન ચરાવવા જણાવ્યું હતું. જેથી નજીવી બાબતે ઢોર ચરાવનાર ઈસમોએ મહિલાઓ સાથે મારામારી અને બોલાચાલી કરી હતી.

ગ્રામજનો દ્વારા પોલીસ પર કર્યો પથ્થરમારો

શહેરાના ગોકળપુરા ગામે સમાચાર: પૂર્વસરપંચને લાકડીના ફટકા મારતા મૃત્યુ

શહેરાના ગોકળપુરા ગામે બનેલી ઘટના મામલે શહેરા એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ દ્વારા ક્રિમીનલ પ્રોસીજર કોડ ૧૯૭૩ની કલમ-૧૪૪ હેઠળ જાહેરનામું પ્રસિધ્ધ કરાયુ તેની આસપાસની ૫ કિ.મી. ત્રિજ્યામાં સમાવિષ્ટ તમામ ગામોમાં જાહેર સુરક્ષા અને સલામતીના હિતમાં કરાયુ જાહેરનામું પ્રસિધ્પાંચ કિ.મી. ત્રિજ્યામાં સમાવિષ્ટ તમામ ગામોમાં ૫ કે તેથી વધુ વ્યકિતઓને એકસાથે ભેગા થવા ઉપર પ્રતિબંધસલામતીના હિતમાં એકઝીકયુટીવ મેજીસ્ટ્રેટ અને મામલતદાર શહેરા દ્વારા તા.૧૭ અને ૧૮ એમ બે દિવસ માટે કલમ-૧૪૪ લાગુ કરાઈ

You May Also Be Interested in Other Topics –
1.ચુનાવ કા પર્વ
2.શહેરાના ગોકળપુરા ગામે સમાચાર
3.દાહોદ લોકસભા દાવેદાર