શહેરા નગરપાલિકાના ૧૪ જેટલા રોજમદારોને ફરજ પરથી મુક્ત કરાતા આવેદન આપી પરત લેવા માંગણી

શહેરા,
પ્રાંત અધિકારી અને મામલતદારને આવેદનપત્ર આપી નોકરી પર પરત લેવામાં આવે તેવી રજુઆત કરાઇ હતી. જોકે વર્ષોથી પાલિકામાં નોકરી કરતા કર્મચારીઓને અચાનક ફરજ પરથી મુક્ત કરવામાં આવતા હાલ કોરોના મહામારીના સમયે કર્મચારીઓની હાલત કફોડી બની છે.

શહેરા નગરપાલિકાના જુદા-જુદા વિભાગોમાં ૧૦ વર્ષ ઉપરાંતના સમયથી હંગામી નોકરી કરતા ૧૪ કર્મચારીઓને કોઈપણ પ્રકારના લેખિત હુકમ વગર જ ફરજ પરથી મુક્ત કરવામા આવ્યા હતા. પાલિકાના ફરજમુક્ત કરાયેલા કર્મચારીઓએ તાલુકા સેવા સદન ખાતે આવી વિરોધ નોંધાવ્યો હતો. શહેરા પ્રાંત અધિકારી જય બારોટ તેમજ મામલતદાર મેહુલ ભરવાડને આવેદનપત્ર આપી ફરજમુક્ત કરાયેલા કર્મચારીઓને નોકરી પર પરત લેવામાં આવે તેવી માંગ સાથે રજુઆત કરવામાં આવી હતી. પાલિકા દ્વારા રોજમદારોને છૂટા કરવામા આવતા તેઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. નોકરી પરત મેળવવા માટે પાલિકાના રોજમદારો આગળ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરેતો નવાઈ નહી. જોકે વર્ષોથી નોકરી કરતા કર્મચારીઓને અચાનક ફરજ પરથી મુક્ત કરવામાં આવતા હાલ કોરોના મહામારીના સમયે કર્મચારીઓની હાલત કફોડી બની છે.