
શહેરા તાલુકા ના સંભાલી ગામમાં પીવા ના પાણી ની સમસ્યા થી સ્થાનિક ગ્રામજનો હેરાન પરેશાન છે ગામ મા પાણી ને લગતી યોજના હોવા છંતા તેનું પાણી નહી મળતા અહી ની મહિલા ઓને હેન્ડ પંપ ખાતે પીવા નુ પાણી ભરવા જતા હોય છે.કૂવા અને હેન્ડ પંપ ના પાણી ના સ્તર ઊંડા જઈ રહયા હોવાથી પાણી ની સમસ્યા વધુ વિકટ બની જઈ રહી છે. લગ્ન પ્રસંગે પાણીનું ટેન્કર વેચાતું લાવવા પડવા સાથે તળાવ માં પાણી નહિ હોવાથી પશુઓને પાણી પીવડાવવામાં પણ પશુપાલકોને તકલીફ પડી રહી છે.
પંચમહાલ ના અનેક ગામો મા પાણી ના પોકાર ઉઠી રહયા છે ત્યારે શહેરા તાલુકા ના સંભાલી ગામના ગ્રામજનો પીવાના પાણી ની સમસ્યા થી હેરાન પરેશાન છે.ગામ મા હેન્ડ પંપ અને કૂવા ના સ્તર ઊંડા જઈ રહયા હોવાથી ખાસ કરીને મહિલાઓ ને પાણી ભરવા માટે દૂર સુધી જવુ પડતુ હોય છે. જ્યારે અમુક હેન્ડ પંપમાં થોડીવાર પાણી આવીને બંધ થઇ જવા સાથે અન્ય હેન્ડ પંપ બંધ જોવા મળી રહયા હતા. આ ગામની મહિલા ઓ ઘર નુ અને ખેતર નુ બધુ કામકાજ છોડી ને હેન્ડ પંપ ખાતે પીવા નુ પાણી ભરવા જતા હોય અને ત્યાં પણ પણ પાણી ભરવા લાંબી લાઇનો લાગતી હોય છે.અમુક સમયે પીવા ના પાણી ભરવા ના નંબર ને લઈને મહિલા ઓ અંદરો અંદર ઝગડી પણ જતી હોય છે. લગ્નની સિઝન ચાલુ હોવાથી ગામમાં લગ્ન હોય ત્યારે નાછૂટકે વેચાતું પાણી નું ટેન્કર અને પાણીના જગ ગ્રામજનોને મંગાવવા પડતા હોય છે. ગામમા પાનમ ની પાણી યોજના નુ પાણી મળે તે માટે પાંચ વર્ષ પહેલા પાણી નો સંપ પણ બનાવામા આવ્યો હતો અને નળ કનેકશન ગામના વિસ્તારમાં આપવામાં આવ્યા હતા. તેનુ પાણી ગામ ના લોકો ને એક ટીપું પણ હાલ મળતુ નથી.ગામ મા કૂવા ના સ્તર પણ ઊંડા જતા અમુક કૂવા પાણી વગર ખાલી ખમ જોવા મળી રહ્યા છે.સાથે તળાવમાં પણ પાણી નહીં હોવાથી પશુપાલકો પશુઓને પાણી પીવડાવવા માટે આમતેમ ભટકી ને પાણી પીવડાવી રહયા છે. સરકાર દ્વારા ગ્રામ્ય વિસ્તાર ના ગ્રામજનો ને પાણી ની તકલીફ ના પડે તે માટે અનેક યોજના ફાળવામાં આવતી હોય છે. સમય જતા સબંધિત તંત્ર ના સરકારી બાબૂ ઓની બેદરકારી ના કારણે કે પછી આ તરફ ધ્યાન ના આપવાથી યોજના જોઈએ તેટલી સાર્થક થઇ શકતી નથી.

ભારતભાઈ પગી ……જાગૃત ગ્રામજન
અમારા ગામમાં પાછલા કેટલાક સમયથી પાણીની વિકટ સમસ્યા સર્જાઈ છે જેના કારણે અમારી મહિલાઓને પાણી ભરવા માટે હેન્ડ પંપ ખાતે જવું પડતું હોય છે. પાણી પુરવઠાની યોજના હોવા છતાં અમને પાણી એક ટીપું પણ મળતું નથી અને અમારા ગામમાં નલ સે જલ યોજના ની કામ ચાલે છે. એમાં મટીરીયલ યોગ્ય પ્રમાણમાં વાપરવામાં આવેલ નથી. અને પાણીનો ટાંકો બને છે તેની કામગીરી પણ બરાબર નથી.તેનું બિલમળવું જોઈએ નહીં. જો અમારા ગામની પીવાના પાણીની સમસ્યા હલ નહીં થાય અને નલ સે જલ યોજના ની કામગીરી ની તપાસ નહીં કરવામાં આવે તો મારા સહિતના ગ્રામજનો જિલ્લા કલેકટર કચેરી ખાતે રજૂઆત કરીશુ….
લીલા બેન….
પાણી ભરવા માટે હેન્ડ પંપ ખાતે જવું પડે છે.ઘર નું કામકાજ છોડીને પાણી ભરવા જતા હોઈએ અને પાણી ભરી ને આવીએ તો થાકી જવાતું હોય છે. જરૂરીયાત મુજબનું પાણી મળતું નથી તો પશુઓને કઈ રીતે પીવડાવી એ તેની ચિંતા થતી હોય છે. પાણીની સમસ્યા હલ નહીં થાય તો ગોધરા જિલ્લા કલેકટર કચેરી ખાતે અમે બધી મહિલાઓ જઈશુ…
સંભાલી ગામની મહિલાઓ હેડપંપ ના સહારે પાણી મેળવી રહ્યા છે. તળાવ પાણી વગર ખાલીખમ હોય અને અમુક કુવામાં પણ પાણી નહિ હોવાથી પીવાનું પાણી મેળવવા માટે સ્થાનિક ગ્રામજનો ને ભારે હાલાકી વેઠવી પડે છે.પશુઓ ને પણ પાણી પીવડાવવા માટે પશુપાલકો ને દૂર સુધી જવું પડતું હોવાનું જાણવા મળેલ હતુ.
ગામમાં પાનમ ની પાણી પુરવઠા યોજના હોવા છતાં તેનું પાણી ગ્રામજનોને નહીં મળતા આ યોજના સ્થાનિક ગ્રામજનો માટે શોભાના ગાંઠિયા સમાન બની છે. સરકાર દ્વારા સ્થાનિક ગ્રામજનોની છુટકારો મળે તે માટે લાખો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવતી હોય તેમ છતાં જવાબદાર તંત્ર ના આળસના કારણે ગ્રામજનોને પાણી મળી શકતું નથી. અને સરકારે કરેલ લાખો રૂપિયાનો ખર્ચ માથે પડતો હોય ત્યારે જિલ્લા કલેકટર આ ગામમાં પાણીની વિકટ સમસ્યા વધુ સર્જાય તે પહેલા પાણી પુરવઠાના અધિકારીને અહીંની પાણી સમસ્યા હલ કરવા આદેશ કરે તે પણ જરૂર છે…
આ ગામમાં નલ સે જલ ની યોજના ઘરે ઘરે પાણી પહોંચાડવાની તેમાં હલકી ગુણવત્તાનું મટીરીયલ વાપરવામાં આવતું હોવાનું જાગૃત ગ્રામજનો આક્ષેપ કરી રહ્યા છે. પાણી પુરવઠાની અનેક યોજનાઓ હોય કે પછી હાલમાં રાજ્ય સરકારની ઘરે ઘરે પાણી પહોંચાડવાની યોજના નલ સે જલ માં પણ નિયમોને બાજુમાં મૂકીને કામગીરી થતી હોવાની ચર્ચા થતી હોય તેમ છતાં આ બાબતે સંબંધિત તંત્ર દ્વારા કોઇ જ ગંભીરતાથી લેવામાં આવતી નથી.
રિપોર્ટર : તુષાર દરજી