
શહેરા….
શહેરા પોલીસ સ્ટેશનની જુની પોલીસ લાઈનમાં દલવાડા બીટ ના એ.એસ.આઇ રૂપિયા 9,000 ની લાંચ લેતા એસીબીના હાથે રંગેહાથ ઝડપાઈ ગયા હતા. પોલીસ કર્મીએ લોકઅપ માં નહિ રાખવા અને જામીન કરાવી આપવાના કામે લાંચ માંગી હતી.
શહેરા પોલીસ સ્ટેશનમાં દલવાડા બીટમાં ફરજ બજાવતા એ.એસ.આઇ વજેસિંહ શંકરભાઈ બારીયા એ ફરિયાદી ને જમીન બાબતે બોલાચાલી થયેલ હોય અને સામસામે ફરિયાદની અરજીઓ થયેલ હોવાથી ફરિયાદી અને તેમના છોકરાઓ તેમજ ભત્રીજાઓને લોકઅપમાં નહીં રાખવા અને જામીન કરાવી આપવાના કામે 1/11/2022ના રોજ પોલીસ સ્ટેશન બોલાવીને રૂપિયા ૧૦ હજાર લાંચની માગણી કરેલ હતી જો કે ફરિયાદી પાસે તે દિવસ રૂપિયા નહિ હોવાથી સગવડ કરીને આપી દઈશ તેમ કહેતા આક્ષેપિતે કાગળો કરીને મામલતદાર કચેરીમાં રજૂ કરેલ હતા. પોલીસ કર્મી ને રૂપિયા ફરિયાદી આપવા માંગતા ન હોય જેથી એસીબીમાં ફરિયાદ કરવાનું નક્કી કર્યું હતું. એ.સી.બી. પોલીસ ઇન્સ્પેક્ટર આર.બી પ્રજાપતિ સહિતના સ્ટાફ એ ફરીયાદીને સાથે રાખીને લાંચનુ છટકું ગોઠવતા એ.એસ.આઈ વજેસિંહ બારીઆ જૂની પોલીસ લાઈન માં રૂપિયા 9,000 ની લાંચ લેતા રંગેહાથ ઝડપાઇ ગયા હતા.એ.સી.બી એ લાંચની રકમ 9,000 રીકવર કરીને કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.