સુશાંતની આંખ પર મુક્કા મારવામાં આવ્યા હતા:ઉદ્ધવ સરકાર પર વિશ્ર્વાસ નહોતો, એટલે સામે ના આવ્યો’ : ઓટોપ્સી સ્ટાફે કહ્યુ

મુંબઈ,

સુશાંત સિંહ રાજપૂતના મોત અંગે કૂપર હોસ્પિટલના ઓટોપ્સી સ્ટાફે ચોંકાવનારો દાવો કર્યો હતો. સ્ટાફે કહ્યું હતું કે જ્યારે સુશાંતની બૉડીને પોસ્ટમોર્ટમ માટે લાવવામાં આવી તો તેની આંખ પરના નિશાનથી લાગ્યું કે કોઈએ તેને મુક્કા માર્યા છે. સ્ટાફે મહારાષ્ટ્રની સરકાર એટલે કે ઉદ્ધવ સરકાર પર સવાલ ઉઠાવ્યો છે. રિપોર્ટ્સ પ્રમાણે, સ્ટાફે કહ્યું હતું, ’સુશાંતની બૉડીનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું તે ટીમનો હું હિસ્સો હતો. મેં જોયું હતું કે તેને ઘણી જ ઈજાઓ થઈ હતી. તેના ઘણાં હાડકાં તૂટેલા હતા. તે સમયે મને ઉદ્ધવ સરકાર પર ભરોસો નહોતો અને તેથી જ હું મીડિયા સામે આવ્યો નહોતો. હવે સરકાર બદલાઈ તો મેં વિચાર્યું કે મારે સાચું બોલવું જોઈએ. મને મારા જીવની પરવા નથી, પરંતુ સુશાંતને ન્યાય મળવો જોઈએ.’

રિયાએ સો.મીડિયામાં એક પોસ્ટ શૅર કરી હતી. આ પોસ્ટમાં રિયાએ મેસેજ લખ્યું છે. રિયાએ કહ્યું હતું, ’તમે આગમાંથી પસાર થઈ જાવ છો, તોફાનથી પોતાની જાતને બચાવો છે, શૈતાન પર જીત મેળવો છે, જ્યારે તમને તમારી તાકાત પર શંકા જાય ત્યારે તમે આ વાતને યાદ રાખવી જોઈએ.’

રુપકુમાર શાહે ૨૬ ડિસેમ્બર, સોમવારે પહેલી જ વાર મીડિયામાં આવીને કહ્યું હતું, ’સુશાંતે આત્મહત્યા કરી નહોતી, પરંતુ તેનું મર્ડર થયું હતું. તેના અવસાન સમયે કૂપર હોસ્પિટલમાં પાંચ ડેડબૉડી આવી હતી. અમને કહેવામાં આવ્યું હતું કે પાંચમાંથી એક બૉડી વીઆઇપી છે. પોસ્ટમોર્ટમ કરવા ગયા ત્યારે ખબર પડી કે આ બૉડી સુશાંત સિંહ રાજપૂતની છે.’ વધુમાં રુપકુમારે કહ્યું હતું, ’અમે જોયું કે સુશાંતના શરીર પર ઈજાના ઘણાં નિશાન હતા. ગરદન પર પણ બે-ત્રણ ઈજાના નિશાન હતી. પોસ્ટમોર્ટમનું રેકોડગ થવું જોઈતું હતું, પરંતુ સીનિયર્સને માત્ર ફોટો લેવાની જ પરવાનગી મળી હતી, આથી અમે તેમના આદેશનું પાલન કર્યું હતું.’

રુપકુમારે આગળ જણાવ્યું હતું, ’જ્યારે મેં પહેલી જ વાર સુશાંતની બૉડી જોઈ તો મેં તરત જ સીનિયર્સને કહ્યું કે આ સુસાઇડ નથી, પરંતુ મર્ડર છે. મેં તેમને એમ પણ કહ્યું કે આપણે નિયમોનું પાલન કરવું જોઈએ, પરંતુ સીનિયર્સ આ અંગે પછી વાત કરવાનું કહ્યું હતું. મને બૉડીના પિક્ચર્સ ક્લિક કરીને બૉડી પોલીસને આપવાની વાત કરી હતી. આથી પોસ્ટમોર્ટમ રાત્રે જ કરી દીધું હતું.’

’પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં શું લખવું, એ ડૉક્ટરનું કામ છે, પરંતુ સુશાંતને ન્યાય મળવો જોઈએ. સુશાંતની તસવીર જોઈને કોઈ પણ કહી શકે કે તેની હત્યા થઈ હતી. જો મને તપાસ એજન્સી ફોન કરશે તો પણ હું આ જ વાત કહીશ’, તેમ રુપકુમારે કહ્યું હતું.

સુશાંતના વકીલ વિકાસ સિંહે પણ આ અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું હતું, ’સુશાંતના શરીર પર ઈજાના નિશાન હતા કે નહીં, તે અંગે હું સ્પષ્ટ રીતે કહી શકું નહીં. જોકે, હું એટલું તો કહીશ કે સુશાંતના મોતનું કારણ કોઈ સામાન્ય આત્મહત્યા નહોતી. તેની પાછળ કોઈને કોઈ ષડયંત્ર હતું. આ કેસને માત્ર ઉકેલી શકશે.’ સુશાંત સિંહ રાજપૂત ૧૪ જૂન, ૨૦૨૦ના રોજ બાંદ્રા સ્થિત પોતાના ઘરમાં મૃત મળી આવ્યો હતો. પહેલી નજરમાં આ સુસાઇડ લાગતું હતું. જોકે, પછી આ કેસની તપાસ આપવામાં આવી હતી. આ કેસની હજી તપાસ ચાલુ છે. તપાસ દરમિયાન ડ્રગ્સ એંગલ સામે આવ્યો હતો. સુશાંતની પ્રેમિકા રિયા ચક્રવર્તી પર ડ્રગ્સ લેવાનો અને સુશાંતને આપવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. તે એક મહિનો જેલમાં રહી હતી. સુશાંતના પરિવારે રિયા પર આક્ષેપો કર્યા હતા કે રિયા સુશાંતને માનસિક અને આર્થિક રીતે હેરાન કરતી હતી.