શશિ થરુરને મળ્યું ફ્રાંસનું સર્વોચ્ચ નાગરિક સન્માન

કોંગ્રેસ સાંસદ અને લેખક શશિ થરુરે ફ્રાંસનું સર્વોચ્ચ નાગરિક સન્માન ધ લીઝન ઓફ ઓનર મળ્યું છે. અનેક પુસ્તકોના લેખક થરુરને ફ્રાંસિસ સેનેટના અયક્ષ જેરાર્ડ લાર્ચરે ફ્રાંસના દૂતાવાસ ખાતે થરુરને આ પુરસ્કારથી સન્માનિત કરાયા છે.

શશિએ રાજકીય જીવનમાં પણ મહત્વની જવાબદારી નિભાવી છે. તેઓ ખુબ જ સારા લેખક પણ છે.થરુર દ્વારા લખાયેલ અનેક પુસ્તકો છપાઈ છે અને તેઓ ખુબ જ લોકપ્રિય છે. થરુર ઈતિહાસ તથા રાજનીતિ પર આધારિત પુસ્તક લખે છે. ફ્રાંસ દૂતાવાસ દ્વારા આપવામાં આવેલ નિવેદનમાં કહયું છે કે સર્વોચ્ચ ફ્રાંસીસ નાગરિક પુરસ્કાર ભારત ફ્રાંસ સંબંધોને મજબૂત કરવા, આંતરરાષ્ટ્રીય શાંતિ તથા સહયોગ પ્રત્યે પ્રતિબદ્ધતા માટે તેમ જ ફ્રાંસના લાંબા સમય સુધી મિત્ર તરીકે ડો. થરુરના સતત પ્રયાસ માટે આપવામાં આવેલ છે.

શશિને સન્માનિત કર્યાં બાદ લાર્ચરે કહ્યું કે શશિ થરુરે એક રાજકીય, લેખક, રાજનેતા તરીકે ઉત્તમ મિસાલ સ્થાપિત કરી છે. તેમણે એક જ જીવનકાળમાં અનેક ભૂમિકા ભજવી છે. થરુરે કહ્યું કે ફ્રાંસ, ફ્રાંસીસ, તેમની ભાષા, સંસ્કૃતિ, ખાસ કરીને ફ્રાંસિસ સાહિત્ય તથા સિનેમાના સૌથી મોટો પ્રશંસક છું. હું આ સર્વોચ્ચ સન્માન પ્રાપ્ત કરીને સન્માનિત થયાનો અહેસાસ કરી રહ્યો છું. આ સન્માન ભારતીયતાનું પ્રમાણ છે. ફ્રાંસ સાથેની મિત્રતા લાંબા સમય સુધી યથાવત રહેશે. હું આ સંબંધને જાળવી રાખવાનો પ્રયત્ન કરતો રહીશ. ફ્રાંસનું સર્વોચ્ચ નાગરિક સન્માન શેવેલિયર ડે લા લીઝન ડી હોનૂરની સ્થાપના વર્ષ ૧૮૦૨માં થઈ હતી. તેને નેપોલિયન બોનાપાર્ટ દ્વારા સ્થાપિત કરવામાં આવેલ. આ સન્માનને આપવામાં નાગરિક્તા જોવામાં આવતી નથી. તે કોઈપણ દેશની વ્યક્તિને આપવામાં આવે છે.