શારીરિક શિક્ષણ પર રિપોર્ટ

શારીરિક શિક્ષણ પર રિપોર્ટ

સમયની સાથે શિક્ષણનું સ્વરૂપ પણ બદલાયું છે. પ્રાચીન ગુરુકુળ શિક્ષણ પ્રણાલીમાં છાત્રોના સમગ્ર વિકાસ પર યાન આપવામાં આવતું હતું, તેમાં ભણવા સાથે વ્યાવહારિક જ્ઞાન અને શારીરિક શિક્ષણ પર પણ ભાર મૂકાતો હતો. પરંતુ આધુનિક શિક્ષણ પ્રણાલીમાં મોટાભાગનું જોર પુસ્તકિયા જ્ઞાન પર વધતું ગયું છે. આજની શિક્ષણ પદ્ઘતિમાં શારીરિક, પોષણ અને ખાનપાન સાથે જોડાયેલ શિક્ષણ અને અભ્યાસક્રમ પર વધુ જોર નથી. ક્યાંક જો આહા વિજ્ઞાનનું શિક્ષણ અપાતું પણ હશે, તો તેના અભ્યાસક્રમમાં અનેક ભૂલો છે. સંયુક્ત રાષ્ટ્રના રિપોર્ટમાં કહેવાયું છે કે દુનિયાભરના મોટાભાગના સ્કૂલી છાત્રો પાસે ન્યૂનતમ શારીરિક શિક્ષણ સુધી પહોંચ નથી.

તેને કારણે આજના સ્કૂલી બાળકોમાં સ્થૂળતા સહિત અનેક પ્રકારની લાઇફસ્ટાઇલ જનિત પરેશાનીઓ વધી રહી છે. ગુણવત્તાપૂર્ણ શારીરિક શિક્ષણ પર પહેલી વૈશ્ર્વિક સ્થિતિ રિપોર્ટમાં કહેવાયું છે કે દુનિયાના મોટાભાગના સ્કૂલી બાળકો પાસે હજુ પણ ન્યૂનતમ જરૂરી શારીરિક શિક્ષણ સુધી પહોંચ નથી. યુનેસ્કોની શિક્ષા ટીમ દ્વારા પ્રકાશિત રિપોર્ટ ‘ગ્લોબલ સ્ટેટ ઓફ પ્લે’થી ખબર પડે છે કે માત્ર ૫૮ ટકા દેશોએ છોકરીઓ માટે શારીરિક શિક્ષણ અનિવાર્ય કરી છે અને દુનિયાભરમાં માત્ર સાત ટકા વિદ્યાલયોએ છોકરા-છોકરીઓ માટે શારીરિક શિક્ષણનો એક્સમાન સમય નિર્ધારિત કર્યો છે. દુનિયાભરમાં માયમિક વિદ્યાલયના બે તૃતિયાંશ છાત્રો અને પ્રાથમિક વિદ્યાલયના અડધાથી વધુ છાત્રોને જરૂરી ન્યૂનતમ સાપ્તાહિક શારીરિક શિક્ષણ નથી આપવામાં આવતું.

ભારતમાં સ્થિતિ બહુ નાજુક છે. ભારતીય સરકારી અને ખાગની સ્કૂલો મોટાભાગા પુસ્તકિયા જ્ઞાન પર જોર છે, અભ્યાસક્રમ જ એવા છે, જેમાં શારીરિક અને આહાર તથા પોષણ અને ખાનપાનના શિક્ષણ પર જોર નથી. મોટાભાગની સ્કૂલોનું નંબર આધારિત ગ્રેડિંગ સિસ્ટમ પર જોર છે. આજે જરૂરિયાત સંતુલનની છે. અભ્યાસક્રમ સાથે શારીરિક શિક્ષણથી બાળકોનો સમગ્ર શારીરિક અને માનસિક વિકાસ થશે, બાળકો સ્વસ્થ રહેશે, સિઝનલ રોગોથી મુક્ત રહેશે. સ્થૂળતા તેમનાથી દૂર રહેશે. એ જરૂરી છે કે સ્વસ્થ રહેવા માટે પૌષ્ટિક ખાનપાનની સાથે શારીરિક શ્રમ જરૂરી છે.

આજે બજારમાં ખાનપાનના નામે જંક ફૂડ અને પીણાં રૂપે સેેંકડો અખાદ્ય ઉત્પાદનો છે, એટલે બાળકોને જ્ઞાન આપવું જરૂરી છે કે તેમણે શું ખાવું જોઇએ અને શું નહીં. આ જ્ઞાન જો બાળપણમાં મળી જશે તો આખું જીવન ચાલશે. એવી જ રીતે જો બાળકોને ફિટ રહેવાની વ્યવસ્થિત ટ્રેનિંગ સ્કૂલમાં જ આપવામાં આવે, શારીરિક શિક્ષણના માયમથી વ્યાયામ, શ્રમ, યોગ, યાન વગેરેની આદત બાળપણથી પાડવામાં આવે તો બાળકો મોટા થઈને પણ વ્યાયામ પ્રત્યે જાગૃત થશે અને ફિટનેસ પર યાન આપશે.

ભારતમાં કેન્દ્ર અદ્ઘે રાજ્ય સરકારોએ તમામ સ્તરની સ્કૂલો અને કોલેજોમાં શારીરિક શિક્ષણ અને આહાર વિજ્ઞાને અભ્યાસક્રમનું અનિવાર્ય અંગ બનાવા જોઇએ, તેના વ્યવહારમાં અમલ પર ભાર મૂકવો જોઇએ. આ માત્ર ખાનાપૂત ન રહે. યુએનનો રિપોર્ટ આપણી સ્કૂલી શિક્ષણની વિસંગતિઓ પર ગંભીર પ્રશ્ર્નો ઉઠાવે છે. આપણે આપણા ભવિષ્યને સુરિક્ષત રાખવા માટે પેઢીઓને સ્વસ્થ અને શારીરિક રૂપે મજબૂત રાખવી પડશે.