શેરબજારમાં રેકોર્ડ ઉછાળો, નિફ્ટી પ્રથમ વખત ૨૨,૨૦૦ને પાર, સેન્સેક્સમાં ૩૪૯ પોઈન્ટનો ઉછાળો

મુંબઈ, સ્થાનિક શેરબજારોમાં મંગળવારે સતત છઠ્ઠા ટ્રેડિંગ સત્રમાં તેજી રહી હતી. દિવસભરના ઉતાર-ચઢાવ વચ્ચે આજે સેન્સેક્સ-નિફ્ટી લીલા નિશાનમાં બંધ થયા છે. ટ્રેડિંગના અંતે ૩૦ શેર પર આધારિત બોમ્બે સ્ટોક એક્સચેન્જ સેન્સેક્સ ૩૪૯.૨૪ પોઈન્ટ અથવા ૦.૪૮ ટકાના વધારા સાથે ૭૩,૦૫૭.૪૦ પર બંધ થયો. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ૮૬.૯૫ પોઈન્ટ અથવા ૦.૩૯ ટકાના ઉછાળા સાથે ૨૨,૨૦૯.૨૦ ના સ્તર પર બંધ થયો હતો. પાવર ગ્રીડ કોર્પોરેશન, એચડીએફસી બેંક, એક્સિસ બેંક, એનટીપીસી અને કોટક મહિન્દ્રા બેંક મંગળવારના કારોબારમાં નિફ્ટી માં ટોપ ગેઇનર હતા. જ્યારે હીરો મોટોકોર્પ, કોલ ઈન્ડિયા, બજાજ ઓટો, આઈશર મોટર્સ અને ટીસીએસ નિટીમાં ટોપ લોઝર હતા.

છેલ્લા ટ્રેડિંગ સેશનના અંતે એટલે કે ૧૯ ફેબ્રુઆરીએ મ્જીઈ સેન્સેક્સ ૨૮૧.૫૨ પોઈન્ટ અથવા ૦.૩૯ ટકાના વધારા સાથે ૭૨,૭૦૮.૧૬ ના સ્તરે બંધ થયો હતો. જ્યારે દ્ગજીઈ નો નિફ્ટી ૮૧.૫૫ પોઈન્ટ અથવા ૦.૩૭ ટકાના વધારા સાથે ૨૨,૧૨૨.૨૫ ના સ્તર પર બંધ થયો હતો.