શેર બજારે બૂમ પડાવી દીધી: સેન્સેક્સ-નિફ્ટી માં ધાર્યા બહારનો કડાકો

મુંબઇ, આજે ટ્રેડિંગનાં અંતમાં સેંસેક્સ ૧૦૫૩.૧૦ અંક એટલે કે ૧.૪૭%નાં ઘટાડા સાથે ૭૦૩૭૦.૫૫નાં સ્તર પર બંધ થયો. જ્યારે નિફ્ટી ૩૩૦.૧૫ અંક એટલે કે ૧.૩૫%નાં ઘટાડા સાથે ૨૧૨૪૧.૬૫નાં સ્તર પર બંધ થયું. ફાર્મા ને છોડીને બીએસઇનાં તમામ સેક્ટર ઈંડેક્સનો ભાવ તૂટ્યો. મિડકેપ, સ્મોલકેપ શેરોમાં જોરદાર વેચાણ જોવા મળ્યું. જેના કારણે દબાણ સર્જાયું હતું. બેંકિંગનાં શેરોમાં પણ આજે ઘટાડો થયો. રિયલ્ટી, પીએસઇ, મેટલ શેરો પર દબાણ રહ્યું. મિડ અને સ્મોલ કેપ એક્સચેન્જમાં ૩ ટકાનો ઘટાડો જોવા મળ્યો. જેના કારણે શેરબજારના રોકાણકારોને આજે ૮ લાખ કરોડ રૂપિયાનું કુલ નુક્સાન જોવા મળ્યું.

ઑટો આઇટી એફએમસીજી મેટલ્સ, મીડિયા, એનર્જી, કંઝ્યૂમર ડ્યૂરેબલ્સ અને ઓયલ એન્ડ ગેસ સેક્ટરનાં સ્ટોક્સમાં આજે જોરદાર ઘટાડો રહ્યો. માત્ર હેલ્થકેર અને ફાર્મા સેક્ટરનાં સ્ટોક્સમાં તેજીનો માહોલ હતો. સેંસેક્સનાં ૩૦માંથી માત્ર ૫ સ્ટોક્સ લીલી નિશાની પર રહ્યાં જ્યારે ૨૫ લાલ નિશાની પર ક્લોઝ થયાં. નિફ્ટી નાં ૫૦ શેરોમાં ૧૦ તેજી સાથે અને ૪૦ ઘટાડા સાથે બંધ થયાં.